અમરેલી જિલ્‍લામાં અત્‍યાર સુધીનાં કુલ 1410 ઉમેદવારીપત્રો રજૂ થયા

અમરેલી જિલ્‍લામાં અત્‍યાર સુધીનાં કુલ 1410 ઉમેદવારીપત્રો રજૂ થયા
Spread the love

અમરેલી જિલ્‍લા સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી આગામી તા.૨૮ નાં રોજ યોજાનાર છે. ત્‍યારે આજે ઉમેદવારીપત્ર રજૂ કરવાનાં અંતિમ દિવસે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવા માટે જે તે ચૂંટણી અધિકારી સમક્ષ લાઈનો લગાવી હતી. સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીનાં આજે અંતિમ દિવસે ૬૯૪ ઉમેદવારીપત્ર રજૂ થયા હતા જયારે અત્‍યાર સુધીનાં કુલ ઉમેદવારોની સંખ્‍યા ૧૪૧૦ થવા પામી છે. અમરેલી જિલ્‍લા પંચાયતની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર રજૂ કરવાનાં અંતિમ દિવસે ૮૦ ઉમેદવારીપત્ર રજુ થયા હતા જે મળી અત્‍યાર સુધીનાં કુલ ૧૩૯ ઉમેદવારીપત્રો રજૂ થવા પામ્‍યા છે.

અમરેલી જિલ્‍લાની તાલુકા પંચાયતમાં અમરેલી તાલુકા પંચાયતમાં ૨૦(૭૩), લાઠીમાં ૧૪ (૫૭), બાબરામાં પપ (૭૦), લીલીયામાં ૧૫ (૫૭), ધારીમાં ૩૨ (૬૭), રાજુલામાં ૫૯ (૮૬), વડિયામાં રર (૬૧), સાવરકુંડલામાં ૪૬ (૯૧), જાફરાબાદમાં રપ (૬૪), બગસરામાં ૮ (૫૫), ખાંભામાં ૩૬ (૫૧) (કૌંસમાં આપેલ આંકડા કુલ ઉમેદવારીપત્રો છે) ઉમેદવારીપત્ર રજૂ થવા પામ્‍યા છે. જયારે અમરેલી નગરપાલિકામાં આજે અંતિમ દિવસે ૧૨૫ (૧૮૫), બગસરા પાલિકામાં ૩૮ (૮૭), સાવરકુંડલા પાલિકામાં ૬૩ (૧૫૭), બાબરા નગરપાલિકામાં ૩૮ (૭૦) જયારે દામનગર નગરપાલિકામાં ૧૮ (૮૫) ઉમેદવારીપત્રો રજૂ થવા પામ્‍યા છે.

આજ સુધીમાં જેટલા પણ ઉમેદવારીપત્રો ભરાયા છે તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી આગામી તા.૧૫/૦૨/૨૦૨૧ ને સોમવારનાં રોજ થશે. જયારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.૧૬/૦૨/૨૦૨૧ ને મંગળવારના રોજ બપોરે ૩-૦૦ વાગ્‍યા સુધીનો રહેશે.

રિપોર્ટ : નિલેષ પરમાર (અમરેલી)

IMG-20210214-WA0040.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!