રાણપુરમાં ફોર્મ ભરવાના આખરી દિવસે 88 ફોર્મ ભરાયા
રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકો ઉપર 71 ઉમેદવારે અને જિલ્લા પંચાયતની 4 સીટ માટે 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા પંચાયત અને બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી 2021 માટે તા. 28/02/21ના રોજ ચુંટણી યોજાનાર છે ત્યારે તા.13/02/2021 ના રોજ બપોરના 3.00 કલાક સુધીમા ફોર્મ ભરવાના આખરી દિવસે ઉમેદવારો દ્વારા ચુંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ ભરી રજુ કરી દેવામા આવ્યા હતા.
રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 71 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા તેમજ જિલ્લા પંચાયતની 4 સીટ ઉપર 17 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા. રાણપુર તાલુકા પંચાયત તેમજ બોટાદ જિલ્લા પંચાયતની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ રજુ કરવાના છેલ્લા દિવસે કુલ 88 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
રિપોર્ટ : વિપુલ લુહાર (રાણપુર)