રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ભવ્ય શાકોત્સવ અને શિક્ષાપત્રી જયંતી ઉત્સવ

બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પુજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં તારીખ-૧૬.૨.૨૧ ને મંગળવારે ભવ્ય શાકોત્સવ તેમજ શિક્ષાપત્રી જયંતી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. કંઠસ્થ સંસ્કૃત શિક્ષાપત્રી પારાયણ વક્તા શાસ્ત્રી કૃષ્ણવલ્લભદાસજી સ્વામી દ્રારા કરવામાં આવશે.સવારે ૮:૩૦ કલાકથી આ ઉત્સવની શરૂઆત થશે. આ ઉત્સવમાં દિવ્ય સત્સંગ સભા યોજાશે જેમાં ધામે ધામથી સંતો પધારશે.
તસવીર : વિપુલ લુહાર (રાણપુર)