રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી અશોક ડાંગરનું રાજીનામું

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ખુદ વોર્ડનં-૧૭ માં ઉમેદવાર હતા. તેમનો પણ પરાજય થયો છે. તેઓએ આજે બપોરે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે પરીણામ ગળે ઉતરે તેવા નથી. E.V.M માં ગોલમાલની આશંકા છે. પ્રદેશ નેતાગીરીનું ધ્યાન દોરવામાં આવશે છતા પાર્ટીનો પરાજય થયો હોવાની વાસ્તવિકતા છે. શહેર પ્રમુખ તરીકે હાર માટે સીધી જવાબદારી ઠરે છે. હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધુ છે. તેઓએ કહ્યું કે રાજીનામાપત્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને મોકલાવી દિધો છે.
હવે રાજીનામા વિશે હાઈકમાન્ડ નિર્ણય કરશે. તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે આજના પરિણામો કોંગ્રેસ તો ઠીક, મતદારોને પણ ગળે ઉતરતા નથી. E.V.M માં ગોલમાલ થયાની શંકા છે. પોતાના જ વોર્ડનં-૧૭ માં ૫૫ બુથ છે. તે પૈકી ૪૫ બુથમાં ભાજપને ૩૦૦ થી ૩૫૦ તથા કોંગ્રેસને ૧૦૦ થી ૧૪૦ ની રેન્જમાં મત આપ્યા છે. આવુ કોઈ દિવસ બની ન શકે. E.V.M માં ગોઠવણની શંકા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે E.V.M માં ગોલમાલનો આરોપ લગાવ્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)