રાજકોટ : વોર્ડ નં.15માં વશરામભાઇ સાગઠીયા સહિતની પૂરી પેનલનો વિજય

રાજકોટ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામમાં અંતે આજે બપોરે ૩ વાગ્યા બાદ કોંગ્રેસનું ખાતુ ખુલતા વિરોધપક્ષના જીવમાં જીવ આવ્યો છે. આ પ્રતિષ્ઠાના લીડર પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા જ બન્યા છે. સામાકાંઠાના વોર્ડનં-૧૫ માં ચૂંટણી લડનાર વશરામભાઇ આલાભાઇ સાગઠીયાને ૧૧૫૧૧ મત, મકબુલ હબીબભાઇ દાઉદાણીને ૧૦૮૯૨ મત, ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીને ૧૧૩૨૫ મત, કોમલબેન હરેશભાઇ ભારાઇને ૧૧૩૦૭ મત મળ્યા છે.
સામે ભાજપના ઉમેદવારો ગીતાબેન નાનજીભાઇ પારધીને ૯૩૪૩ મત, મેઘાવીબેન માંડણભાઇ સિંધવને ૮૬૫૮ મત, વરજાંગભાઇ જયતાભાઇ હુંબલને ૯૩૦૨ મત, વિનુભાઇ સોમાભાઇ કુમારખાણીયાને ૮૮૪૩ મત મળ્યા છે. આ વોર્ડમાંથી ચૂંટણી લડનાર આપના મત સરેરાશ ૨ હજાર અંદર જ રહ્યા છે. આ વોર્ડમાંથી ૩૬૨ મત નોટાને મતદારોએ આપ્યા છે. વોર્ડનં-૧૫ માં કુલ-૧૦૧૭૪૮ મત પડયા હતા તે ઉલ્લેખનીય છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)