દિયોદરનાં માનપુરા પાસે યુવક યુવતીની લાશ મળી

દિયોદરના માનપુરા નોખા કેનાલમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ પડ્યા હોવા અનુમાન કરવામાં આવ્યું હતું જેમાં બાઈક તેમજ મોબાઇલ, ચંપલ જેવી વસ્તુઓ કેનાલનાં કાંઠેથી મળી આવી હતી. જોકે જેના માટે શોધખોળ કરવામાં આવી હતી જે માં યુવતી અને યુવક બંને ની લાશ આજે મળી આવી હતી જાડા ગામના વ્યક્તિનું બાઇક મળ્યું હતું.
જેના લીધે યુવક ઝાડા ગામ નો વતની હોવાનું જાણવા મળ્યું હતુ. કેનાલમાં સ્થાનિક તવૈયા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી જેનાં પગલે આજે યુવક યુવતી ની લાશ મળી આવી હતી જેમની પાસે થી તેમના બંને નાં પરીવાર લગ્ન માટે તૈયાર નહી થાય તેવું એક મૃતક ના સામાન માં ચિઠ્ઠી લખી ને ગયા હતા.જેના પગલે દિયોદર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ