ઉમરપાડા-માંગરોળમાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા

ઉમરપાડા અને માંગરોળ તાલુકાઓમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ આજે અને કાલે આમ બે દિવસની હડતાળમાં જોડાયા છે.જેને પગલે બેંકોની અનેક કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે.બેંક કર્મચારી ઓ બેંકોનું ખાનગી કરણ અને અન્ય માંગણીઓ પ્રશ્ને આજે અને કાલે આમ બે દિવસ હડતાળ ઉપર ઉતર્યા છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકની માંગરોળ, કોસંબા, વાંકલ, ઝંખવાવ, ઉમરપાડા, મોસાલી, કીમ ચાર રસ્તા ખાતે કાર્યરત ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાની શાખાઓનાં કર્મચારીઓ જોડાયા છે. એકી સાથે 4 દિવસ બેંકો બંધ રહેતાં બેંકોની અનેક કામ ગીરીઓ ખોરવાઈ જવા પામી છે. જેને પગલે પ્રજા ભારે પરેશાન ભોગવી રહી છે. કારણ કે શનિ, રવિ રજા હતી અને બે દિવસની હડતાળ પાડતાં કુલ 4 દિવસ સતત બેંકો બંધ રહેતાં ATM માં મુકેલા નાણાં પણ ખૂટી જશે એમ માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)