રાત્રિ કર્ફ્યૂ 31મી માર્ચ સુધી લંબાવવા સરકારની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે

રાજ્યના ચાર મહાનગરોઅમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુની મુદત આજે પુરી થઈ રહી છે ત્યારે કર્ફ્યૂ અને કોરોના અંગે રાજ્ય સરકારની કોર કમિટીની આજે મળનારી બેઠકમાં કર્ફ્યૂની મુદ્દત 31મી માર્ચ સુધી લંબાવવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે કોરોના અંગે પણ સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડી શકે છે. અત્યારે ચાર મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી કરાયેલો છે.