ગુજરાતમાં નાઈટ મુસાફરી કરતા પહેલાં જાણી લેજો

- સરકારના નિર્ણય બાદ ST વિભાગનો નિર્ણય
- 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો વધારાયો
- 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે
STમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોનાના કેસ વધચા 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો વધારાયો છે જેને પગલે સરકારના નિર્ણય બાદ ST વિભાગનો પણ મોટો નિર્ણય સામે આવ્યો છે. 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે. ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોને પણ રાતે 10 વાગ્યા બાદ ચાર મહાનગરોમાં એન્ટ્રી નહીં મળે.
આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા ST નિગમ દ્વારા અપીલ
આ અંગે એડવાન્સ બુકીન્સના પેસેંજરોને ST વિભાગ દ્વારા ટેલિફોનીક સૂચાના અપાઈ રહી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા ST નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે
રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ ના સમયની અગાઉ ની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )