માણાવદર માં રેશનકાર્ડમાં વિનામૂલ્યે આપેલા સંડેલા ચણા નું વિતરણ

માણાવદર શહેરમાં રેશનકાર્ડમાં વિનામૂલ્યે આપેલા ચણામાં બેફામ જીવાત અને સંડેલા ચણા નું વિતરણ
માણાવદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી સરકાર દ્વારા આમ જનતાને રેશનકાર્ડમાં વિના મૂલ્ય ચણા વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં નરેન્દ્રભાઈ પારધી નામના રેશનકાર્ડ ધારકે ચણા લીધા તેમાં બેફામ જીવાત તથા સંડેલા ચણા અપાયા જે જોયને પોતે ચોકી ઉઠેલા
રેશનકાર્ડ ધારકોએ મીડિયા નો સંપર્ક કરી બતાવ્યું કે ચણા કેવા છે? ત્યારબાદ મામલતદાર ને રૂબરૂ બતાવ્યા તેણે પણ મીડિયા સામે નિવેદન આપ્યું અને સ્વીકાર્યું કે સંડેલા અને જીવાત વાળા ચણા છે તાત્કાલિક પુરવઠા વિતરણ બંધ કરાવવીએ ત્યારે ખુદ સરકાર જ માનવ જિંદગી સાથે ખુલ્લેઆમ ચેડા કરતી હોય હવે તેની ફરિયાદ ક્યાં કરવી ? તેવી ચર્ચા શહેરમાં થઈ રહી છે સરકારી ગોડાઉનમાં સંડેલા અને જીવાત વાળાઓ માલ કેટલો? કઈ કઇ દુકાને વિતરણ કરાયું? તેની આમ જનતામાં થી તપાસની માંગ ઉઠી છે જો સરકારી માલ જ ઉપરથી સડેલા જીવાતવાળા ડંખવાળો માલ હોય તો તેવું કેમ બન્યું? યોગ્ય સારો માલ વિતરણ કરે તેવી ઠેરઠેર આમ જનતામાંથી લોક ચર્ચાઓ ઉઠવા પામી છે
રીપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર