જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકામાં માત્ર ૧૨ જ દિવસમાં ૧૩૫૪૬ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી અપાઇ

કેશોદ તાલુકામાં સૌથી વધુ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી
જૂનાગઢ તા.૧૬ રાજ્યભરમાં તા.૧ માર્ચથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકામાં માત્ર ૧૨ જ દિવસમાં ૧૩૫૪૬ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧,૪૬,૫૨૫ લોકો છે. આ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.૧ માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં માત્ર ૧૨ જ દિવસમાં ૧૩,૫૪૬ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે બાકીના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ છે. સૌથી વધુ કેશોદ તાલુકામાં ૨૮૨૧ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે ભેંસાણમાં ૩૮૭, જૂનાગઢમાં ૧૧૪૭, માળીયામાં ૨૫૭૮, માણાવદરમાં ૨૭૮૫, માંગરોળમાં ૧૫૬૯, મેંદરડામાં ૫૨૯, વંથલીમાં ૬૯૩ અને વિસાવદરમાં ૧૦૩૭ સિનિયર સિટીઝનોને ૧૨ દિવસમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના સિનિયર સિટીઝનોને પણ કોરોનાની રસી મળી રહે તે માટે અર્બન હેલ્થ સેન્ટર અને સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં ૭૩૮૨ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે.
જૂનાગઢ જિલ્લા એપેડેમિક ઓફિસર ડો.ચંદ્રેશ વ્યાસે જણાવ્યું હતું કે, જિલ્લાના પીએચસી, સીએચસી અને સરકારી દવાખાનામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને વિના મુલ્યે કોરોનાની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત તા.૧ માર્ચથી કરવામાં આવી છે. જેમાં માત્ર ૧૨ જ દિવસમાં ૯.૨૪ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સિનિયર સિટીઝનોને બીજા ડોઝ માટે મોબાઇલ નંબર પર એસએમએસ આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે. કોરોનાની રસી લેનાર સિનિયર સિટીઝનોએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીથી કોઇ આડ અસર થતી નથી અને રસી લેવી જરૂરી છે. જેથી કરીને કોરોના સંક્રમણ અટકાવી શકાય. રાજ્ય સરકારના આભારી છીએ કે, પ્રથમ ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને કોરોના રસી આપવાની શરૂઆત કરી છે.
રિપોર્ટ
અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ