૧૬૦૪ની વસ્તી ધરાવતા મંગલપુરમાં રૂા.૩૨.૬૫ લાખના વિકાસના કામો કરાશે

જૂનાગઢ : રૂરલ વોટર સપ્લાય કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ ગામોમાં પીવાના પાણી માટેના વિકાસના કામ મંજુર કરાયા છે. જેમાં કેશોદ તાલુકાના મંગલપુર ગામ માટે રૂા.૩૨.૬૫ લાખના ખર્ચે પીવાના પાણી માટેના કામો મંજુર કરાયા છે.
કેશોદ તાલુકાના મંગલપુર ગામ ૧૬૦૪ની વસ્તી ધરાવે છે. ત્યારે આ ગામ માટે રૂા.૩૨.૬૫ લાખના વિકાસના કામો મંજુર કરાયા છે. જેમાં ૨ લાખ લી. ક્ષમતાનો ભુગર્ભ સમ્પ, પી.વી.સી પાઇપલાઇન, ટેપ કનેક્શન, પમ્પીંગ મશીનરી, પંપ હાઉસ, પાવર કનેક્શન, વોલ પેઇન્ટીંગ, પાદર્શકતા બોર્ડ, વોટર ક્વો, બોર્ડ ટેન્ડર ચાર્જ સહિતના કામો હાથ ધરવામાં આવશે
રિપોર્ટ
અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ