તા.૧૬ થી ૨૩ માર્ચ સુધી જિલ્લા શિક્ષણ કચેરી ખાતે શિક્ષણ વિભાગની સામાન્ય ચૂંટણીની મતદાર યાદી જોઇ શકાશે

જૂનાગઢ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ૨૦૨૧ની સામાન્ય ચૂંટણી યોજનાર છે. આ સામાન્ય ચૂંટણી જિલ્લાની સંવર્ગવાર મતદારયાદીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમય-૫ ના પરિશિષ્ટ-(અ)માં નિયત થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણી કાર્યરીતિ નિયમોના નિયમ-૩(૧) હેઠળ આખરી મતદારયાદી તૈયાર કરવામાં આવેલ છે. તેમજ નિયમ-૩(૨) હેઠળ અધ્યક્ષ દ્વારા પ્રમાણિત થયેલ આખરી મતદારયાદી નિયમ-૪ હેઠળ તૈયાર થયેલ છે.
જિલ્લાની સંવર્ગવાર નોંધાયેલ અને આખરી થયેલ સંવર્ગવાર ખંડ-(૧) થી ખંડ-(૯) માટેની આખરી થયેલ મતદારયાદી નોંધાયેલા મતદારોને જોવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જૂનાગઢ ખાતે તા.૧૬/૦૩/૨૦૨૧ થી તા.૨૩/૦૩/૨૦૨૧ સુધી જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન જોઇ શકાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ
અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ