ઉનાળામાં ગરમી(લૂ) થી બચવા માટે જાહેર જનતાએ પુરતી તકેદારી લેવા અનુરોધ

સનસ્ટ્રોકથી બચવા સીધા સુર્યપ્રકાશથી બચવું
· વારંવાર પાણી પીવું અને શક્ય તેટલુ વધારે પાણી અને પ્રવાહી પીવું
જૂનાગઢ : હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખેત મજુરો રોડકામ તથા બાંધકામ કરતા મજુરોને સનસ્ટ્રોક(લૂ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જેથી જૂનાગઢ જિલ્લાની જનતાને સનસ્ટ્રોક (લૂ)થી બચાવવા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા જૂનાગઢ જિલ્લાની જાહેર જનતાને અપીલ કરી છે.
લૂ લાગવાના(સનસ્ટ્રોક)ના લક્ષણો
માથુ દુઃખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછુ થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.
લૂ(સનસ્ટ્રોક)થી બચવા આટલું કરો
· સીધા સુર્યપ્રકાશથી બચવું
· વારંવાર પાણી પીવું અને શક્ય તેટલુ વધારે પાણી અને પ્રવાહી પીવું
· લૂ લાગવાની સ્થિતીમાં લીંબુ સરબત, મોળી છાશ, તાળફળી અને નારીયલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા
· ગરમીમાં શક્ય હોય ત્યા સુધી બહાર નિકળવાનું ટાળવું
· દિવસ દરમિયાન ઠંડક અને છાયામાં રહેવું
· ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીમાં માથુ ઢકાય તેમ ઉપયોગ કરવો.
· નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત અને બિમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.
· ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો.
· આર્યુવેદની દ્રષ્ટીએ ગરમીની ઋતુમાં વરિયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી હોય છે. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી તથા તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો
· લૂ લાગવાના કિસ્સાઓમાં જો તાત્કાલીક તબીબી સારવાર લેવામાં ન આવે તો હીટ સ્ટોક જેવી ગંભીર સમસ્યા બની શકે છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
રિપોર્ટ
અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ