દેગામ : મહેર સમાજ દ્વારા રાસ મંડળીઓના ખેલૈયાઓને સન્માનિત કરાયા

દેગામ : મહેર સમાજ દ્વારા રાસ મંડળીઓના ખેલૈયાઓને સન્માનિત કરાયા
મહેર સમાજ દેગામ દ્વારા હુતાસણીનાં પડવાના પ્રસંગે દેગામની રાસ મંડળીઓના ખેલૈયાઓને સન્માનિત કરાયા
ગોસા(ઘેડ) : પોરબંદર પંથક ના દેગામ ગામે હોળી અને ઘૂળેટી ના તહેવારની રંગે ચંગે ઉજવણી થઈ રહી હોય ત્યારે ગઈ કાલે હોળીના બીજા પડવાના દિવસે મહેર સમાજ ચામુંડા મંદિરે સમસ્ત ગામ આયોજિત બહેનોના રાસ ગરબા અને ભાઈઓના દાંડિયારાસ બાદ દેગામ ગામનિ બે રાસ મંડળો કે જેઓ દ્વારા અનેક વિધ સરકારી કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય કાર્યક્રમો માં તેમજ ભારતીય સંસ્કૃતિ ને ટકાવી રાખવાનું કામ કરનાર મહેર રાસ મંડળ અને ચામુંડા રાસ મંડળના કલાકાર ખેલાડીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મહેર સમાજ ( ચામુંડા માતાજી મંદિર) દેગામ મુકામે હુતાસણીનાં ત્રણ દિવસના પડવામાં બહેનો નાં રાસ તથા ભાઈઓ નાં મણીયારા રાસ નાં સાસ્કૃતિક કાર્યકમ માં હોળીના બીજા પડવાના દિવસે આ વિસ્તાર નાં આગેવાનો તથા ખૂબજ બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
જેમાં ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા,પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુ ભાઈ બોખીરીયા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઓડેદરા, અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા,પૂર્વ તાલુકા પંચાયત પોરબંદર ના પ્રમુખ સામતભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયત પોરબંદરના કારોબારી ચેરમેન આવડા ભાઈ ઓડેદરા,જિલ્લા પંચાયત પોરબંદર ના સભ્ય ભૂરાભાઈ કેશવાલા,પૂર્વ કેબિનેટ મંત્રી નાં પી.એ.નાગાજણ ભાઈ ઓડેદરા, ધારાસભ્યનાં પી.એ.કેશુ ભાઈ વાઢેર,ઉપરાંત ઇન્ટર નેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ નાં પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, ઊપ પ્રમુખોમાં નવઘણભાઈ મોઢવાડીયા,બચુંભાઈ આંત્રોલિયા, કારાભાઈ કેશવાલા, રામભાઈ ઓડેદરા,તથા અરજનભાઈ ખિસ્તરિયા ઉપરાંત પરબતભાઈ મોઢવાડિયા તથા ભરત ભાઈ ઓડેદરા ઉપસ્થિત રહેલ હતા.
આ તકે શ્રી ચામુંડા રાસ મંડળી તથા મહેર રાસ મંડળી દેગામ કે જે બન્ને રાસ મંડળી ઓ જુદી જુદી જગ્યાએ જઈ આપણી સંસ્કૃતિ ને ઉજાગર રાખવાનું ભગીરથ કાર્ય કરે છે. તેવા ચામુંડા રાસ મંડળી નાં ૩૦ ખેલાડીઓ તથા મહેર રાસ મંડળી નાં ૧૮ ખેલાડીઓ મળી કુલ ૪૮ ખેલાડી ઓને ઉપસ્થિત મહાનુભાવો નાં વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહેર સમાજ દેગામ નાં આમંત્રણ ને માન આપી આં બધા મહુનાભવો એ આં કાર્યક્રમ માં હાજરી આપી તે બદલ મહેર સમાજ દેગામ તરફથી તમામ મહાનુભાવો નો આ તકે ખૂબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ:-વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300