નેશનલ પ્રાઇમરી સ્કૂલ ખાતે પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું

નેશનલ પ્રાઇમરી સ્કૂલ ખાતે પોલીસ ભરતી તથા બોર્ડની પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું.
ખંભાળિયામાં ધોરણ 12 પાસ કે કોઈ પણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અલગ અલગ સંવર્ગની પોલીસ ભરતી તેમજ આગામી ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ખામનાથ પાર્ક-2 માં આવેલી નેશનલ પ્રાયમરી સ્કૂલ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરતી તેમજ બોર્ડની પરીક્ષને લગતું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અફસાના સોઢા
( ખંભાળીયા ),