ઉમિયા ગૌ શાળા એવંમ ગુરુકુળ ની મીટીંગ ઉમિયા માતાજી મંદિર ખાતે યોજાઈ (સૂચિત)

ઉમિયા ગૌ શાળા એવંમ ગુરુકુળ ની મીટીંગ ઉમિયા માતાજી મંદિર ખાતે યોજાઈ (સૂચિત)
Spread the love

ગાંધીનગર ખાતે ઉમિયા માતાજી ના મંદિરે તારીખ ૨૧ માર્ચ રવિવારે સવારે ૧૧ વાગ્યે ઉમિયા ગૌ શાળા એવંમ ગુરુકુળ (સૂચિત) ની મીટીંગ ડૉ ગુલાબચંદ પટેલ સામાજિક કાર્યકર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ગાંધીનગર ગુજરાત ખાતે ઉમિયા ગૌ શાળા એવંમ ગુરુકુળ ની સંસ્થા નું રજિસ્ટ્રેશન કરાવવા માટે ચર્ચાઓ થઈ હતી. આ કાર્યક્રમ માં શ્રી રાજીવ ગુપ્તા, મહેન્દ્ર ભાઇ ચૌહાણ, મહેશ ભાઇ આસોડિયા, અમરતભાઇ દેસાઇ, યોગિતા બેન, ધર્મેશભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, ભોળાભાઇ પટેલ, વિનોદ કુમાર આર પટેલ, તથા વિનોદ ભાઇ ઉદેચા ઉપસ્થિત રહ્યા હતા. સૌ સભ્યો એ પોતાનો પરિચય આપ્યો હતો, શ્રી રાજીવ ગુપ્તા જી એ સંસ્થા ના વિકાસઃ માટે સુચનો કર્યા હતા શ્રી ભોળા ભાઇ પટેલ દ્વારા સંસ્થા ની સરાહના કરી સંસ્થા ને સહકાર આપવા ખાત્રી આપી હતી. ભોળા ભાઇ પટેલ નું સન્માન શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા સ્વામી વિવેકાનંદ ની તસવીર આપી કરવામાં આવ્યું હતું , શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા સંસ્થા શરૂ કરવાની જરૂરિયાત કેમ પડી તે વિશે જણાવ્યું હતું. યોગિતા બેન દ્વારા સંસ્થા નું ઑન લાઈન રજિસ્ટ્રેશન કરાવી આપવાની વાત કરી હતી. શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા સૌ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઉમિયા ભોજન શાળા માં પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા.

ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ કાર્યકારી
ઉમિયા ગૌ શાળા એવંમ ગુરુકુળ.
ગાંધીનગર ગુજરાત
Mo 8849794377

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!