ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ નો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ નો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો
Spread the love

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ નો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા શહેરની સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં તારીખ 21 3 2025 ને શુક્રવારના રોજ શ્રી નિકુંજભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અને અતિથિ વિશેષ તરીકે ડો. શૈલેષભાઈ પટેલ અને ડોક્ટર દુષ્યંતભાઈ દરજીના સાનિધ્યમાં તેમ જ ટ્રસ્ટી શ્રી ઓની અને આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શુભ શરૂઆત મંગળમય પ્રાર્થનાથી કરવામાં આવીત્યારબાદ મંચસ્થ મહાનુભાવનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી ધીરુભાઈ દ્વારા કરવામાં આવી

મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છ થી અને બાળાઓ દ્વારા સ્વાગત ગીત થી સન્માનિત કરવામાં આવ્યા.

ત્યારબાદ ધોરણ છ થી આઠ ના તમામ વર્ગો માંથી શ્રેષ્ઠ વિદ્યાર્થી અને શ્રેષ્ઠ વિદ્યાર્થીની ને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં
આ ઉપરાંત શ્રેષ્ઠ વર્ગ તરીકે ધોરણ સાત બ ના વગૅ ને શ્રેષ્ઠ વર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો
આ ઉપરાંત ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓને ,તેમજ વર્ષ દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં એક થી ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો આપી સન્માનિત કર્યા હતા.
ધોરણ 8 નો વિદ્યાર્થી જૈનિલ શૈલેષભાઈ પટેલે ઓનલાઇન ઓલમ્પિયાડ પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું ગૌરવ વધારવા બદલ જૈનિલ ને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો
સાથે સાથે જૈનીલ ને માગૅ દશૅન આપનાર ગુરુજી દુષ્યંત સિંહ નેં તેમજ શ્રેષ્ઠ પ્રિન્સીપાલ તરીકે ધીરુભાઈ અને શ્રેષ્ઠ શાળા તરીકે શાળા ના શિક્ષક મિત્રો ને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે આગળ જતાં તેઓને કંકુ તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
સાથે સાથે ડો. શૈલેષભાઈ અને ડો. દુષ્યંતભાઈ દ્વારા ધોરણ છ થી આઠ ના તમામ બાળકોને કંપાસ બોક્સ ની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા
છેલ્લા ત્રણ વર્ષથી શ્રેષ્ઠ વર્ગ શ્રેષ્ઠ વિદ્યાર્થી ને શિલ્ડ એનાયત કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે
આ શિલ્ડ ના દાતા શ્રી નિકુંજ સ્ટેશનરી માર્ટના ઓનર અને અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સ્ટેશનરી માર્ટના પ્રમુખ નિકુંજભાઈ ચૌહાણ દ્વારા શિલ્ડ આપવામાં આવે છે
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે નિકુંજભાઈ ચૌહાણ ,
ડો.શૈલેષભાઈ ,ડો.દુષ્યંતભાઈ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી જેઠાભાઈ , રસિકભાઈ પટેલ મંત્રી શ્રી રાજાભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ તેમજ વાલી મિત્રો એ કાર્યક્રમમાં હાજર રહી બાળકોને આશીર્વચન આપ્યા હતા
જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી ધીરુભાઈ ના માર્ગદર્શન હેઠળ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ના તમામ સ્ટાફ મિત્રો એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અંતમાં બાળકોને અલ્પાહાર આપી કાયૅક્રમ ને પુણૅ જાહેર કરવામાં આવ્યો હતો .

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!