આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંગરોળ ના વહિવટી વિભાગના અધ્યક્ષ શ્રી મિહિરભાઈનું પાણીધ્રા ખાતે સન્માન કરવામાં આવ્યું

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંગરોળ ના વહિવટી વિભાગના અધ્યક્ષ શ્રી મિહિરભાઈનું પાણીધ્રા ખાતે સન્માન કરવામાં આવ્યું
Spread the love

શ્રી એમ. એન. કંપાણી આર્ટસ એન્ડ શ્રી એ. કે. શાહ કોમર્સ કોલેજ માંગરોળ ના વહિવટી વિભાગના અધ્યક્ષ શ્રી મિહિરભાઈનું પાણીધ્રા મુકામે મોગલ માઁ ના દરબારમા ભવ્ય સન્માન

તારીખ 20/ 3 /2025 ને ગુરુવાર ના રોજ સરવા સોરઠના સાગર કાંઠે આવેલા પાણીધ્રા મુકામે જગત જનની જગદંબા આઈ શ્રી મોગલ મા ના દિવ્ય દરબારમાં શ્રી એમ. એન. કંપાણી આર્ટસ એન્ડ શ્રી એ. કે. શાહ કોમર્સ કોલેજ માંગરોળના વહીવટી વિભાગના વડા શ્રી મિહિરભાઈ વ્યાસનું પૂજ્ય આઈ શ્રી બેલી મા ના પાવન હસ્તે ભવ્ય અને દિવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ.

શ્રી મિહીરભાઈએ શ્રી શારદાગ્રામ સંસ્થા સંચાલિત ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓમાં લગભગ ચાર દાયકા જેવા સુદીર્ઘ અવધિ સુધી અત્યંત પ્રામાણિકપણે પ્રશંસનીય સેવાઓ આપી સેવા નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે. શ્રી મિહિરભાઈ વ્યાસ સાહેબે પોતાની વ્યાવસાયિક સેવાઓની સાથે અનેકવિધ લોક સેવાના અને જાહેર સેવાના કર્યો કરી લોકોના દિલમાં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે.સેવાના ભેખધારી શ્રી મીહિરભાઈનું સન્માન પૂજ્ય આઈ શ્રી બેલી માના પાવન હસ્તે થતાં ખૂબ આનંદ અને ગૌરવની ક્ષણો ઉભી થઈ હતી.

પૂજ્ય આઈ શ્રી બેલીમાએ સન્માન પત્ર અને ઉષ્માવસ્ત્ર શ્રી મિહિરભાઈ ના કર કમળમાં મૂકી સન્માન કર્યું હતું . આ પ્રસંગે કોલેજના પ્રોફેસર બિપિનસિંહ પરમાર, શ્રી પ્રતિકભાઇ હિરવાણીયા, શ્રી ચિરાગભાઈ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાષ્ટ્રીય વક્તા અને વિદ્વાન તરીકે જાણીતા બનેલા ચારણ શ્રેષ્ઠ શ્રી યોગેશભાઈ બોક્ષાએ શ્રી મિહિરભાઈને વિડીયો કોલ મારફત શુભેચ્છા -આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી શારદાગ્રામ સંસ્થાના નિયામકશ્રી ભાવિનભાઈ ભટ્ટ અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી હમિર સિંહ ઝણકાટ સાહેબે પણ શુભકામના પાઠવી હતી.


પોતાનું ભાવભીનું ભક્તિભર્યા માહોલમાં ભવ્ય સ્વાગત- સન્માન થતાં શ્રી મિહિરભાઈ વ્યાસે પાવનકારી આઈ શ્રી બેલી માં, રાજ કવિ શ્રી યોગેશભાઈ બોક્ષા ,પ્રોફેસર બિપિનસિંહ પરમાર તેમજ અજીતભાઈ ગઢવીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!