બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં પંચ પ્રકલ્પ’ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત કિવઝ સ્પર્ધાનું આયોજન

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં પંચ પ્રકલ્પ’ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત કિવઝ સ્પર્ધાનું આયોજન
Spread the love

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં પંચ પ્રકલ્પ’ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત કિવઝ સ્પર્ધાનું આયોજન કરાયું

જૂનાગઢ : બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જુનાગઢ મુકામે “પંચ પ્રકલ્પ’’ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઓનલાઇન કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજના ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજના આધુનિક સમયમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના બહોળા ઉપયોગના કારણે મનુષ્ય અનેક બીમારીઓનો ભોગ બને છે.
જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગના કારણે ખેતીની જમીન પ્રદૂષિત બની રહી છે. આવી પ્રદૂષિત જમીનમાં ઉગતા શાકભાજી અને અનાજનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ આ સમસ્યાઓમાંથી મુક્તિનો એકમાત્ર ઉપાય બની રહે છે. આજના ભાગદોડવાળા સમયમાં પ્રાકૃતિક ખેતી માનવ જીવન માટે ખૂબ લાભદાયી બની રહે છે.
ત્યારે વિદ્યાર્થીઓ પ્રાકૃતિક પધ્ધતિથી કરવામાં આવતી ગૌ આધારિત ખેતીથી માહિતગાર થાય, રસાયણયુક્ત ઝેરી ખાદ્ય પદાર્થોના સ્થાને શુદ્ધ અને સાત્વિક શાકભાજી, અનાજનું મહત્વ સમજી ખોરાકમાં તેનો ઉપયોગ કરતા થાય, એવા ઉમદા હેતુસર આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કિવઝ સ્પર્ધામાં બામણીયા હાર્દિક કુમાર ક્રમલેશભાઈ પ્રથમ, ખરજ રોઝમીન બસિતભાઈ દ્વિતીય અને ભેટારીયા ટોલી નથુભાઈ તૃતીય ક્રમે વિજેતા થયા હતા. વિજેતા થનાર વિદ્યાર્થીઓને કોલેજના આચાર્યશ્રી ડૉ.જે.આર.વાંઝા, બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કૉલેજના આચાર્યશ્રી ડૉ.આર.પી.ભટ્ટ, શ્રી ડૉ. પી.વી.બારસિયા, પ્રા. શ્રી બી.બી.જોશી, પ્રા.શ્રી એ.પી.મયાત્રાના હસ્તે શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન પંચ પ્રકલ્પ સમિતિના અધ્યક્ષ શ્રી ડૉ.ચંદ્રકાંત એમ. વણકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના આયોજનથી વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહિત થયા હતા. સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!