માંગરોળ તાલુકાના કલ્યાણ ધામ ખાતે મહિલા સંમેલન યોજાયુ

માંગરોળ તાલુકાના કલ્યાણ ધામ ખાતે મહિલા સંમેલન યોજાયુ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા આયોગ અને જીલ્લા પંચાયત જૂનાગઢના સહયોગથી આઈસીડીસી કચેરી દ્વારા માંગરોળ તાલુકાના કલ્યાણ ધામ (રહીજ) ખાતે મહિલા સંમેલન યોજાયું હતુ.
આ સંમેલનમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશ ઠુંમર ની અધ્યક્ષતામાં યોજાયુ હતુ. જેમા તેમણે મહિલાઓને આત્મનિર્ભર બનવા અને સમાજમાં પુરુષ સમોવડી બની પગભર બની આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. તેમજ માતા-બાળકને આરોગ્ય માટે કાળજી લેવા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ સંમેલનમાં મહિલાઓ માટે વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને લાભ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જયારે શીલ પીએસઆઈ શીતલબેન દ્વારા મહિલાઓની સુરક્ષા માટે પોલીસ અને કાયદાનો સલાહ લેવા અંગે જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન ડાભી,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રામજીભાઈ ચુડાસમા,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૃષ્ણાબેન થાપણિયા,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરજણ આંત્રોલિયા,તાલુકા વિકાસ અધિકારી શ્રીઆર.વી.ઓડેદરા,આઈસીડીસી કચેરી સીડીપીઓ શ્રીમતી ઇલાબેન પરમાર,પ્રોગ્રામ ઓફિસર જૂનાગઢ શ્રીમતી વત્સલાબેન દવે અને આ મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ, આંગણવાડી કાર્યકરો અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300