જૂનાગઢની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો

જૂનાગઢની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો
મહારક્તદાન કેમ્પ દરમિયાન ૧૫૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ
નિયમિત રક્તદાન કરીને અમૂલ્ય માનવ જીંદગીઓ બચાવવામાં સહભાગી બનીએ – ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ ( મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ)
જૂનાગઢ તા.૨૧ આગામી તા. ૨૩ માર્ચના શહિદ દિવસ છે. તેના અનુસંધાને આપણા શહીદોના બલિદાનને બિરદાવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે મહારક્તદાન કેમ્પનું આયોજન નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન જૂનાગઢ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતેની બ્લડ બેન્ક ખાતે આજ રોજ કરવામાં આવેલ હતું.
આ મહારક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય જૂનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, પેથોલોજી વિભાગના એચઓડી ડૉ. નયના લકુમ, બ્લડ બેન્ક ઇન્ચાર્જ ડૉ. ભાવિન પઢારીયા, એનેટોમી વિભાગના એચઓડી ડૉ. ટંડેલ,માઇક્રોબાયોલોજીના ડૉ. જયદેવ પંડ્યા સહિતના ડોક્ટર શ્રીઓ તથા મેડિકલ સ્ટુડન્ટના હસ્તે કરવામાં આવેલ હતું.
શહીદ દિન નિમિત્તે ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહિત ઉપસ્થિત તમામ ડોક્ટર તથા સ્ટાફ ગણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મહારક્તદાન કેમ્પમાં વિવિધ વિભાગના વડાશ્રીઓ, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને પોતાના રક્તનું દાન કરીને માનવતાને મહેક આવી હતી. જ્યારે ડૉ. જીતેન્દ્ર તન્નાએ રક્તદાન શું કામ કરવું? અને કોના માટે કરવું એના માટેનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ મહારક્તદાન કેમ્પ દરમિયાન ૧૫૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ હતું. અને આ તમામ રક્ત જૂનાગઢની હોસ્પિટલમાં આવતા થેલેસેમિયા ગ્રસ્ત પીડીત બાળકો, કેન્સરના દર્દીઓ, સગર્ભા, મહિલાઓ, સહિત જરૂરિયાતમંદ દર્દીઓને આપવા માટે અર્પણ કરવામાં આવેલ હતું.
આ મહારક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે ડૉ.હિરેન મુંડિયા,નકુલ સોરિયા, ઉમંગ ગોહેલ, ભગીરથ શ્રિમાળી સહિતના એ જહમત ઉઠાવી હતી. તેમ જૂનાગઢની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉ. જીતેન્દ્ર તન્નાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300