રાજકોટ માં કોરોના વેક્સીન લેવા અંગે જૈન મહાસતિજીઓએ વેક્સીન લઇ લોકોને પ્રેરિત કર્યા.

રાજકોટ ના કોરોના વેક્સીન લેવા અંગે નાગરિકોમાં જાગૃતિ જૈન મહાસતિજીઓએ વેક્સીન લઇ લોકોને પ્રેરિત કર્યા.
રાજકોટ ના મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે નાનામવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ કોરોના વેકસીન લેવા માટે આવેલા નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ કોરોના વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે. આજે તા. ૨૨/૩/૨૦૨૧ ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે નાનામવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં કોરોના વેકસીન લેવા માટે આવેલા નાગરિકો સાથે મ્યુનિ. કમિશનરશ્રીએ સીધો સંવાદ કર્યો હતો. અને અન્ય લોકો પણ વેકસીન લેવા પ્રેરાય તેવા પ્રયાસ કરવા નાગરિકોને અપીલ કરી હતી. તેમજ અશક્ત નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિ. કમિશનરશ્રીએ આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં જ વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવી હતી. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં થઈ રહેલી વિવિધ કામગીરીઓનું પણ મ્યુનિ. કમિશનરશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી.જી.પ્રજાપતિ અને એડી. સીટી એન્જી. શ્રી.બી.યુ.જોષી હાજર રહ્યા હતા. આજે રાજકોટ મહાનગરપાલિકાના 3 ઝોન ખાતે જૈન સમાજના મહાસતિજીઓએ કોરોના વેક્સીન લીધી હતી. અને શહેરના નાગરિકોને વેક્સીન લેવા પ્રેરિત કર્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)