પીપોદરા પ્રાથમિક શાળાના બાળકોને ચપ્પલ નું વિતરણ.

ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી પીપોદરા પ્રાથમિક શાળા માં અનુસૂચિત જનજાતિના બાળકો મોટા પ્રમાણમાં ભણે છે
જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય ખુલ્લા પગે શાળાઓમાં આવતા હોય છે
ઉનાળાના ધોમધખતા તાપમાં બાળકો ખુલ્લા પગે ન આવે અને તેમને ગરમીથી રાહત મળે
*તે માટે યુવા ગ્રુપ ખેડબ્રહ્મા દ્વારા*
પીપોદરા પ્રાથમિક શાળાના બાળકોને ચપ્પલ નું વિતરણ કરવામાં આવ્યું હતું
યુવા પ્રમુખ બ્રિજેશભાઈ બારોટે જણાવ્યું હતું કે
જ્યારે બાળકોને નવા ચંપલ પહેરવા મળ્યા ત્યારે તે ચંપલ પહેરીને બાળકો આનંદ અનુભવતા હતા તે જોઈને અમે પણ ખૂબ ભાવવિભોર થઈ ગયા હતા.
ભલે મોંઘા બુટ ના આપી શકાય પરંતુ ગરમીથી રાહત આપી શકાય તે માટે ચપ્પલ આપ્યાનો પણ અમને આનંદ હતો.
હજુ પણ ખેડબ્રહ્મા તાલુકાની અંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં બાળકોને ચપ્પલ નું વિતરણ કરવામાં આવનાર છે
તેવું યુવા પ્રમુખે જણાવ્યું હતું.
રિપોર્ટ : ધીરુભાઈ પરમાર ખેડબ્રહ્મા