ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી ના વરદહસ્તે જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ની વાર્ષિક ધિરાણ

ગીર-સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ ની વાર્ષિક ધિરાણ પુસ્તિકાનું વિમોચન
ગીર-સોમનાથ તા. -૧૮, ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશનાં વરદહસ્તે જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ની વાર્ષિક ધિરાણ યોજનાની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ગીર-સોમનાથ જિલ્લામાં લાભાર્થીઓને ધિરાણ આપવા માટે પ્રાથમિક લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. જે પૈકી ખેતીવાડી ધિરાણ, પાક ધિરાણ, એમ.એસ.એમ.ઇ., હાઉસીંગ એજ્યુકેશન તથા અન્ય ક્ષેત્રના અંદાજીત ૨,૪૪,૧૮૦ જેટલા લાભાર્થીઓને ધિરાણ આપવા માટેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે લીડ બેંક મેનેજરશ્રી અશોક વ્યાસ, રીજીયોનલ મેનેજરશ્રી નિરજકુમાર જોષી, નાબાર્ડના ડી.ડી.એમ. કીરણકુમાર રાઉત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.