ડભોઇ તેમજ વડોદરાની રાજપૂત યુવા સેના બીમાર ધૈર્યરાજ સિંહ ના વ્હારે આવી.

ડભોઇ તેમજ વડોદરાની રાજપૂત યુવા સેના દ્વારા ધૈર્યરાજ સિંહ માટે હાઈવે પર તેમજ વડોદરા શહેરમાંથી ૩,૦૦૦૦૦/- રૂપિયાથી વધુ ફંડ ભેગું કરાયુ.
મહિસાગર જિલ્લાના કાનસેર ગામના અને હાલમાં ગોધરા રહેતા રાઠોડ રાજદીપ સિંહ નો ફક્ત ત્રણ મહિનાનો માસુમ પુત્ર ધૈર્યરાજ સિંહ ને SMA-1 કરોડ રજ્જુ સ્નાયુ સંબંધી ગંભીર પ્રકારની બીમારી છે અને તેના ઈલાજ માટે અંદાજે ૨૨.૫ કરોડ નું ભારી ભરખમ ખર્ચ છે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા ૬.૫ કરોડની સહાય કરાઈ છે છતાં બીજા ૧૬ કરોડ ભેગા કરવા સમગ્ર ગુજરાત માંથી જુદા જુદા સંગઠન અને સંસ્થાઓ દ્વારા ફંડ એકઠું કરાઇ રહ્યું છે.
આવા સંજોગોમાં વડોદરાના રાજપૂત યુવા સંગઠન અને ડભોઈ તાલુકા રાજપૂત યુવા સંગઠન ના ચાવડા કુલદીપ સિંહ રામપુરા,રાઠોડ યોગેન્દ્ર સિંહ રામપુર, વરનામા જયેન્દ્ર સિંહ રામપુરા,આંબલીયા કુલદીપ સિંહ ભિલોડિયા,સોલંકી દત્તું સિંહ ડભોઈ અને ટીમ દ્વારા ફંડ એકત્રિત કરવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે વડોદરા શહેર વિસ્તારમાં ડભોઇ રોડ પલાસવાડા ફાટક તેમજ ડભોઇ વેગા સર્કલ સરિતા ફાટક શિનોર ચોકડી રાજપૂત યુવા સંગઠનના હોદ્દેદારોએ ફંડ એકત્ર કરવા બોક્સ બનાવી ધૈર્યરાજ સિંહ ને મદદ કરો તેવા બેનરો સાથે લઈ ટોલ પ્લાઝા રેલવે ફટકો સર્કલો પર ઊભા રહી ફંડ એકત્રિત કર્યુ હતું.
જેમાં વાહન ચાલકો અને અન્ય લોકો પાસેથી ઈચ્છા શક્તિ મુજબ ફૂલ નહીં ને ફુલની પાંખડી ભેગી કરીને ફંડ એકત્ર કરી ધૈર્યરાજ સિંહ ના પિતાને પહોંચાડવા માટેનું ઉમદા અને ઈન્સાનિયત ને ચાર ચાંદ લાગે તેવું નિસ્વાર્થ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
જ્યારે રાજપૂત યુવા સેના વિરેન્દ્રસિંહ ચિકલ્યા એ જણાવ્યું હતું કે લોકો ઉત્સાહભેર અને પોતાની યથાશક્તિ મુજબ ફંડ આપી સારો એવો પ્રતિસાદ આપી રહ્યા છે અને તેઓ દ્વારા નાગરિકો દિલ ખોલીને ધૈર્યરાજ સિંહ માટે ફંડ આપે અને અપાવે તેમજ ઓનલાઇન બેન્કિંગ દ્વારા પણ લોકો માસુમ ધૈર્યરાજ સિંહને ફંડ આપે તો સત્વરે ધૈર્યરાજ સિંહ ના ખર્ચ માટે પૂરતું ફંડ એકત્રિત થઇ શકે તેવી અપીલ કરાઇ હતી.