ખડીયા ખાતે કોરોના વિષયક જાગૃતિ અને રસીકરણ કેમ્પ યોજાયો

જૂનાગઢ : ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ સામે અટકાયતી પગલા લેવા જૂનાગઢ પાસેના ખડીયા ખાતે કોરોના વિષયક જાગૃતિ લાવવા સાથે રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. જી.કે. ચાવડાએ લોકોને કોરોના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવા સાથે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખડીયા દ્વારા આહિર સમાજમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીકરણ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકો સહભાગી થઇ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
ખડીયાના સરપંચ કાળાભાઇ ભાદરકા, અગ્રણી રાજુભાઇ ડાંગર, અરજણભાઇ ઢોલા, ભીમાભાઇ ચૌહાણ, ભાણજીભાઇ ચુડાસમા, વિરમભાઇ કાંબલીયા, કારાભાઇ ધુલ, મનોજભાઇ રાવલીયા સહિતના ઉપસ્થિત રહી કોરોના રસીકરણમાં સહભાગી થયા હતા. ખડીયાના મેડીકલ ઓફિસર ડો. વાય.બી. હરિહર, આરોગ્ય વર્કર પી.એચ. દામોદર, ડી.જી. મયુરે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસ્મચારીઓએ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ