સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ કોરોના રસીકરણ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેતા લોકો

જૂનાગઢ : ઝાંઝરડા રોડ જૂનાગઢ સ્થિત સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ કોરોના રસીકરણ કેમ્પનો બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો.
જૂનાગઢ શહેર જિલ્લામાં હાલ સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ, કોર્પોરેટર તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનના સહયોગથી ફ્રી કોરોના વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે અને આ કેમ્પમાં લોકો રસી લઇ કોરોનાથી સુરક્ષા મેળવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેરમાં ગઇકાલે ૧૩૬૭ લોકોએ કોરોનાની રસી લીધી હતી. જ્યારે ૫ એપ્રિલ સુધીમાં કુલ ૩૮૯૦૫ લોકોએ કોરોના રસી લીધી છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ