જૂનાગઢ જિલ્લામાં તા.૧૦ એપ્રિલના રોજ યોજાનાર નેશનલ લોક અદાલત મોકુફ

જૂનાગઢ : જિલ્લા કાનુની સેવા સત્તામંડળ જૂનાગઢ દ્વારા તા.૧૦ એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લામાં યોજાનાર નેશનલ લોક અદાલત મોકુફ રાખવામાં આવી છે. આ નેશનલ લોક અદાલત કોરોના મહામારીના કારણે મોફુક રાખવામાં આવેલ છે. આથી જે પણ પક્ષકારોએ પોતાના કેસો આ લોક અદાલતમાં મુકેલ હોય તેઓએ જે તે કોર્ટમાં હાજર રહેવાનું રહેશે નહીં. તેમ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ જૂનાગઢના સચિવશ્રી પી.એમ અટોદરીયાની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ