રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડનં.૧૦ માં કોવીડ સેન્ટર શરૂ કરવા સ્થળ મુલાકાત.

રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડનં.૧૦
માં શ્રી.અમુત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવીડ સેન્ટર શરૂ કરવા સ્થળ મુલાકાત.
રાજકોટ માં કોરોનાનાં કેસ વધી રહેલ છે. જેના અનુસંધાને રાજકોટ શહેર મહાનગરપાલિકા જુદા જુદા પગલાઓ લઇ રહી છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડનં.૧૦ માં આવેલ શ્રી.અમુત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવીડ સેન્ટર કરવા આજરોજ સ્થળ મુલાકાત લેતા મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય કમિટી ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, સિટી એન્જી. ગોહિલ, ચીફ ફાયર ઓફિસર ખેર વિગેરે ઉપસ્થિત રહેલ. કોમ્યુનિટી હોલમાં, ઓક્સિજન લાઈન, ફાયર સેફ્ટી માટેની સ્પ્રિંકલર વિગેરેની વ્યવસ્થા કરવાનું, કોમ્યુનીટી હોલના બંને માળથી ૮૦ થી ૧૧૦ બેડની વ્યવસ્થા થઇ શકે તેવું છે. આમ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હોય.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.