રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માટે સંયુક્ત ટીમોની રચના અને સઘન ચેકિંગ સહિતના પગલાંઓ લેવાશે.

રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માટે સંયુક્ત ટીમોની રચના અને સઘન ચેકિંગ સહિતના પગલાંઓ લેવાશે.
Spread the love

રાજકોટ માં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવા અને સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવા અને તેને આનુસાંગિક આવશ્યક કામગીરી અનુસંધાને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે આજે તા.૮-૪-૨૦૨૧ ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક ખાસ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ પોલીસ કમિશનરશ્રી મનોહરસિંહજી જાડેજા, નાયબ મ્યુનિ. કમિશનરશ્રીઓ શ્રી.બી.જી.પ્રજાપતિ, શ્રી.એ.આર.સિંહ અને શ્રી.ચેતન નંદાણી તેમજ “રૂડા”ના સી.ઈ.એ. શ્રી.ચેતન ગણાત્રા, તેમજ ઝોનલ સિટી એન્જિનિયરોશ્રી ગોહેલ, શ્રી ગૌસ્વામી અને શ્રી કોટક, વોર્ડ ઓફિસરો, વોર્ડ એન્જિનિયર, પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. માટે વોર્ડ વાઈઝ ટીમોની રચના કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં જે જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ આવશે ત્યાં આવશ્યકતા અનુસાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવી પીળા રંગની પટ્ટી તથા જરૂરી વિગત દર્શાવતું બેનર લગાવવામાં આવશે. ઉપરાંત મહાનગરપાલિકા અને પોલીસ સ્ટાફની બનેલી સંયુક્ત ટીમો દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વખતો વખત ચેકિંગ કરી લોકો ત્યાંથી બહાર ના આવે તે માટે લોકોને સમજાવવા અને જરૂર પડ્યે કાયદેસર કાર્યવાહી થશે. માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પર દેખરેખ રાખવા માટે વોર્ડ વાઈઝ રચવામાં આવી રહેલી ટીમોમાં પોલીસ ઇન્સ્પેકટર/સબ ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસરો, વોર્ડ એન્જીનીયરો, સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ વોર્ડ વાઈઝ ટીમો પોતપોતાના વોર્ડમાં સમાવિષ્ટ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની રેગ્યુલર મુલાકાત લેવામાં આવશે. લોકો નિયમોનો ભંગ ન કરે તે સુનિશ્ચિત કરવા આ ટીમો નાગરિકો સાથે સંવાદ કરવાની સાથો સાથ જરૂરિયાત મુજબ કડક કાયદેસર પગલાં પણ લેશે.

રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!