રાજકોટ માં ૩૦ એપ્રિલ સુધી લાગુ કરાયેલા પ્રતિબંધક હુકમો.

રાજકોટ માં ૩૦ એપ્રિલ સુધી લાગુ કરાયેલા પ્રતિબંધક હુકમો.
Spread the love

રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે ૩૦ એપ્રિલ-૨૦૨૧ સુધી પ્રતિબંધક આદેશો જારી કર્યા છે. તા.૭-૪-૨૦૨૧ થી આગામી તારીખ 30 એપ્રિલ સુધી રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહીં , તેમ જ કોઈપણ માર્ગ-જાહેર કે રાહદારી રસ્તાઓ-રાજમાર્ગો-શેરીઓ-ગલીઓ-પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યા ઉપર ઊભા રહેવું નહીં, રખડવું નહીં કે પગપાળા કે વાહન મારફતે હરવું-ફરવું નહીં. ૩૦ એપ્રિલ-૨૦૨૧ સુધી રાજકીય સામાજિક કે અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં કોઇપણ મેળાવડામાં ૫૦ થી વધુ વ્યક્તિ એકત્ર થઇ શકશે નહીં. આ મેળાવડા દરમિયાન કોવિડ સંબંધી અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે. રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં આ હુકમો તારીખ 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!