રાણપુરમાં વાઈરલ ઈન્ફેકશનના વધુ કેસો : દવાખાનામાં દર્દીઓની ભીડ
સરકારી તંત્ર જાગૃત થઈ આરોગ્ય વિભાગ દ્રારા રાણપુરમાં તાત્કાલિક રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવે નહીતર આગામી સમયમાં રાણપુર શહેરમાં કોરોના નું સંક્રમણ વધી શકે છે અને પરીસ્થિતી બગડી શકે છે.
રાણપુર તાલુકામાં કોરોના વાયરસના મોટા પ્રમાણમાં કેસ તેવી લોકચર્ચા પણ સરકારી ચોપડે ૮ કેસ
હાલ સમગ્ર ભારત દેશ તેમજ સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ આવી રહ્યા છે.હાલ સ્થિતી અત્યંત ખરાબ ચાલી રહી છે.બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં હાલ કોરોના પોઝીટીવ કેસ ૫ અને રાણપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ૩ પોઝીટીવ કેસ કુલ ૮ કેસ એક્ટીવ છે કોરોનાના કેસો મોટા પ્રમાણમાં હોવાનું લોકો કહી રહ્યા છે જેમાં રાણપુર શહેરમાં તેમજ રાણપુર ગ્રામ્ય પંથકમાં કોરોના મહામારીની પરીસ્થીતી દિવસે ને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે સ્થાનિક ખાનગી ડોક્ટરોના અભિપ્રાય મુજબ રાણપુર શહેર તેમજ રાણપુર ગ્રામ્ય પંથકના દૈનિક મોટાપ્રમાણ માં વાઈરલ ઈન્ફેકશનના તાવ,શરદી,ઉધરશ,ઝાડા,ઉલટી ના કેસો આવી રહ્યા છે.રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં મોટા પ્રમાણમાં દર્દીઓ માં કોરોના વાયરસના લક્ષણો દેખાઈ રહ્યા છે.રાણપુરના તમામ દવાખાને દર્દઓની લાઈનો લાગેલી હોય છે.ખાસ કરીને રાણપુર શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી તમામ હોસ્પિટલ માં દર્દીઓનો મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે જેમાં મોટાભાગના દર્દીઓમાં હાલ વકરતા કોરોના વાયરસના લક્ષણો દેખાઈ રહ્યા છે.પરંતુ દર્દીઓ પોતાના સામાન્ય લોભ ને કારણે કોરોના રીપોર્ટ કરાવતા નથી અને ડરી રહ્યા છે.જો કોરોના ના લક્ષણ જણાતા હોય તેવા તમામ દર્દીઓ કોરોના રીપોર્ટ કરાવે તો રાણપુરમાં કોરોના ના કેસો ઢગલો આવી શકે છે.હાલ રાણપુરની તમામ હોસ્પિટલ માં રેગ્યુલર દિવસ કરતા દસ ઘણા વધુ દર્દીઓ કોરોનાના લક્ષણ વાળા આવી રહ્યા છે.દરેક દર્દીઓને ડર છે કે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવશે તો તેવા ડર ને કારણે લોકો રીપોર્ટ નથી કરાવતા જેના કારણે રાણપુરમાં કોરોના વાયરસના અસંખ્ય કેસો છે.અને સંક્રમણ કાબુ બહાર જતુ દેખાઈ રહ્યુ છે.જો રાણપુરમાં કોરોના લક્ષણ જણાઈ તેવા દર્દીઓના રીપોર્ટ કરવામાં આવે તો રાણપુરમાં કોરોના કેસો નો વિસ્ફોટ થાય તેવી પરીસ્થિતી હાલ રાણપુર ની છે.તો આ બાબત સરકારી તંત્ર જાગૃત થઈ આરોગ્ય વિભાગ દ્રારા રાણપુરમાં તાત્કાલિક રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવે નહીતર આગામી સમયમાં રાણપુર શહેરમાં કોરોના નું સંક્રમણ વધી શકે છે અને પરીસ્થિતી બગડી શકે છે.
કોરોના લક્ષણ દેખાય તેવા દરેક દર્દીઓને કોરોના રીપોર્ટ કરાવવાનું કહીએ છીએ પણ દર્દીઓ રીપોર્ટ કરાવતા નથી: ડો.ધરાબેન,ડો.અલ્તાફભાઈ મોદન
આ બાબતે રાણપુરના જાણીતા ડોક્ટર ધરાબેન ત્રિવેદી અને યુવા ડોક્ટર અલ્તાફભાઈ મોદન સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રેગ્યુલર દિવસ કરતા હાલ દર્દીઓ દસ ઘણા વધુ આવી રહ્યા છે.જેમાંથી મોટા ભાગના વાઈરલ ઈન્ફેક્શન વાળા જેમાં શરદી,ઉધરસ,ઝાડા,ઉલટી,તાવ ના દર્દીઓ આવી રહ્યા છે.જ્યારે કેટલાક દર્દીઓને કોરોના લક્ષણ દેખાય છે તેવા દરેક દર્દીઓને અમે કોરોના રીપોર્ટ કરાવવાનું કહી એ છીએ પણ આવા દર્દીઓ રીપોર્ટ કરાવતા નથી અને ઘરે જતા રહે છે જેના કારણે પોતાના ઘરના અન્ય સભ્યો પણ કોરોનાની અસર થાય છે.અમે રાણપુર ડોક્ટર એસોશીએશન દ્રારા દરેક દર્દીઓને અપીલ કરવી છી કે લોકો જાગૃત થઈ કોરોના રીપોર્ટ કરાવે તો કોરોનાની સારવાર થાય તો વધતા સંક્રમણ ને અટકાવી શકાય..
રિપોર્ટર-વિપુલ લુહાર