રાજકોટ શહેર સહિત 5 શહેરોમાં ફીઝીકલ કોર્ટ કાર્યવાહી 10 દિવસ માટે સ્થગીત
રાજકોટ શહેર તા.૭/૪/૨૦૨૧ ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગઈ મોડી સાંજે પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત કોરોના કેસોમાં વધારાને ધ્યાને રાખીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તથા જામનગર પ શહેરામાં તમામ નીચલી અદાલતો તથા ટ્રીબ્યુનલોમાં ફીઝીકલ કાર્યવાહી ૭ થી ૧૭ એપ્રિલ સુધી બંધ રાખવાનું નકકી કરવામાં આવ્યુ છે. ન્યુનતમ સ્ટાફની હાજરીમાં માત્ર ઓનલાઈન કોર્ટ કાર્યવાહી કરવાની રહેશે. પરિપત્રમાં એમ જણાવાયું છે કે સાથીના નિવેદન, દલીલ વગેરે તમામ કાર્યવાહી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફત કરી શકશે. જો કે, સમાધાન કે ચાલુ કેસ નિર્ધારિત હોય તો ફીઝીકલ રીતે હાથ પર લઈ શકાશે. પરિપત્રમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વકીલ કે સંબંધીત પક્ષકાર આરોપી અથવા સાથીની ગેરહાજરી ગણીને અદાલત કોઈ કેસમાં એક તરફી ચૂકાદો આપી નહીં શકશે.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.