કડીમાં પ્રાયવેટ હોસ્પીટલો કોરોના દર્દીઓથી હાઉસફૂલ
મહેસાણા જિલ્લામાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે હાલમાં 600 ઉપરાંત એક્ટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે જોકે સૌ કોઈમાં ચર્ચાઈ રહ્યું છે તે પ્રમાણે સરકારી ચોપડા સિવાય પણ કોરોના કેસ એક્ટિવ હોય છે જે દર્શવવામાં નથી આવતા ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે આજે કડી શહેરમાં કોરોના એટલી હદે વકર્યો છે કે શહેરમાં આવેલ 4 જેટલા કોવિડ સેન્ટરો દર્દીઓ થી ઉભરાઈ ગયા છે.
કડી શહેરમાં આવેલ ભાગોદય સહિત વિવિધ હોસ્પિટલોમાં સરકારે મંજૂરી આપતા કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે જોકે હાલમાં કડીમાં આ વાઇરસ ફરી એકવાર વાયુવેગે ફેલાતા ઠેર ઠેર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા માં વધારો જોવા મળી રહ્યો છે હાલમાં શહેરના તમામ કોવિડ સેન્ટરોમાં કોવિડ કેર માટેના બેડ ભરાઈ ગયા છે અને કોરોનાની સારવાર આપતી આ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે ત્યારે વધુ કોઈ સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં આવતા તેમને અમદાવાદ કે ગાંધીનગર રીફર કરવાની ફરજ પડી રહી છે.
મહત્વનું છે કે એક તરફ કોરોના જેવી ગંભીર મહામારી ના માત્ર કડી શહેર દેશ માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે ત્યાં કડીમાં આરોગ્ય અધિકારીઓ નિંદ્રાધીન અને બેજવાબદાર જોવા મળી રહ્યા છે સમાજના દર્પણ સમાન પત્રકારીત્વ કરતા પ્રતિનિધિઓના સંપર્ક કરવા છતાં તેઓ જાણી જોઈ સંપર્ક વિહોણા બીજી ના માત્ર મીડિયા પરંતુ પ્રજાની આંખોમાં પણ ધૂળ નાખી રહ્યા છે ત્યારે કડીના વકરેલો કોરોના ક્યારે અંકુશમાં આવશે અને જવાબદાર તંત્રના અધિકારીઓ સામે સરકાર દ્વારા કોઈ પગલાં લેવશે કે કેમ તે તો જોવું જ રહ્યું..
કડીની કઈ હૉસ્પિટલમાં કેટલા દર્દીઓ એડમીટ છે તેની માહિતી
ભાગ્યોદય હોસ્પિટલ કડી 60 બેડની કૅપેસિટી હાલ 60 દર્દીઓ એડમિટ
ફોરમ હૉસ્પિટલ 20 બેડની કૅપેસિટી હાલ 19 દર્દીઓ એડમિટ
દેવાશ હોસ્પિટલ 20 બેડની કેપેસિટી હાલ 20 દર્દીઓ એડમિટ