બનાસકાંઠામા જળ વિભાગની પાઈપલાઈનનું સાંસદ દ્વારા મુલાકાત

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થાય અને પાણીની સમસ્યાઓ શરું થાય સરહદી પંથકમાં ખેડૂતો ને અને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવાનો સરકાર દ્વારા પ્રયત્નો કરવા માં આવી રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા આજે જળ સંપત્તિ વિભાગ હેઠળના થરાદથી સીપુ પાઇપલાઇનના મહાજનપુરા મુકામે નિર્માણ પામી રહેલા પમ્પિંગ સ્ટેશનનું સ્થળ પર જાત નિરીક્ષણ કર્યું.
આ યોજના પૂર્ણ થતાં થરાદ, લાખણી, ડિસા તથા ધાનેરા તાલુકાના ૧૦૦ થી વધુ તળાવો નર્મદાના નીરથી ભરાશે તથા સિપુ ડેમમાં પણ પાણી નાખવામાં આવશે. તળાવો ભરી ને પાણી તળ ઉંચા આવે તેનાં માટે પ્રયત્ન કરવામાંઆવે છે. ઉનાળો આવતા લોકો પણ ગરમી સામે પાણી ની રાહ જોઈને બેઠા છે પાઈપ લાઈન દ્વારા પાણી ની સમસ્યાનો ઉકેલ આવશે તેવું જણાવ્યું હતું.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ