રાજકોટ : જમીન પ્રકરણમાં પોલીસ પર હુમલો કર્યાના ગુનામાં વધુ 5ની ધરપકડ

રાજકોટ : જમીન પ્રકરણમાં પોલીસ પર હુમલો કર્યાના ગુનામાં વધુ 5ની ધરપકડ
Spread the love

રાજકોટ શહેરની ભાગોળે વાવડી વિસ્તારમાં જમીન પર દબાણ કરી જમીન માલિક કારખાનેદાર પિતા-પુત્ર પર આનંદ બંગલા ચોકમાં હુમલો કરનાર નામચીન કુકી ભરવાડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસ ધરપકડ કરવા જતા PSI સહિતના સ્ટાફ પર હુમલો કર્યો હતો. પોલીસે કુકી ભરવાડ સહિત ૧૬ શખ્સો સામે ગુનો નોંધી પ ની ધરપકડ કર્યા બાદ માલવીયાનગર પોલીસે વધુ પ શખ્સોની ધરપકડ કરી છે. વાવડી વિસ્તારમાં જમીન પર દબાણ કર્યા અંગેની કારખાનેદારે તાલુકા પોલીસમાં અરજી કરતા કારખાનેદાર સાથે કુકી ભરવાડે સમાધાન કરતા અરજી ફાઇલ કરવામાં આવી હતી.

ત્યારબાદ કારખાનેદાર પિતા-પુત્ર આનંદ બંગલા ચોકમાંથી પસાર થતા હતા ત્યારે તેમના પર કુકી ભરવાડે હુમલો કર્યા અંગેની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માલવીનગર PSI ઝાલા સહિતના સ્ટાફ કુકી ભરવાડને ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી ચામુંડા પાનની દુકાને ધરપકડ કરવા જતા તેમના પર કુકી ભરવાડ સહિત ૧૬ શખ્સોએ PSI ઝાલા અને હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ પર સોડા બોટલ મારી હુમલો કર્યો હતો.

PI ભુકણ સહિતના સ્ટાફે કુકી ભરવાડ સહિત પ શખ્સોની ધરપકડ કર્યા બાદ લાંબા સમયથી વોન્ટેડ ગીતાનગરના રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર, ભરત ઉર્ફે લાલો સંગ્રામ મીર, કોઠારિયા સોલવન્ટના કરશન સોંડા જોગરાણા, ખોડીયારનગરના રતુ મઘા મીર અને નવઘણ ધના જોગરાણા નામના શખ્સોની ધરપકડ કરી છે. રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર મારામારી અને એટ્રોસિટીના ગુનામાં ૪ વખત માલવીયાનગર પોલીસમાં અને ચોટીલા પોલીસે હથિયાર સાથે ધરપકડ કરી છે. છગન સંગ્રામ મીર અને તેની સાથેના ૭ જેટલા શખ્સોની સંડોવણી હોવાથી પોલીસે તેની શોધખોળ હાથધરી હોવાનું પત્રકાર પરિષદમાં D.C.P ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, A.C.P ગેડમ અને P.I ભુકણે જણાવ્યું છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20210428-WA0054-1.jpg IMG-20210428-WA0055-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!