રાજ્ય સરકારે વધુ 4 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા

રાજ્ય સરકારે વધુ 4 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા
Spread the love

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકારે હાલ સરકારી અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. જેમાં રાજ્યના 4 IAS અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 8મી મેના રોજ પણ સરકારે 9 IAS અધિકારીઓને બદલી માટે આદેશ આપ્યા હતા. જેમાં બે અધિકારીઓની કલેક્ટર તરીકે તથા 7 IAS અધિકારીઓને DDO તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ કુલ 4 દિવસમાં 13 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં IAS એ.એમ. શર્માની પોરબંદર કલેક્ટર તરીકે, જ્યારે IAS બી.કે પંડ્યાની ડાંગના કલેક્ટર તરીકે નિમણૂંક કરાઈ છે. ડી.એન મોદીની ICDSના ડાયરેક્ટર તરીકે, ગાર્ગી જૈનની મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી તરીકે કરાઈ બદલી કરવામાં આવી છે. આ પહેલા 8મી મેના રોજ IAS અધિકારી એ.એમ શર્માને ડાંગના કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ હતી. જોકે હવે તેમને પોરબંદરના કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!