રાજકોટ માં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ૨ ઈસમને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ.

રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ એહમદની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર અને મદદનીશ પોલીસ કમિશનર એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળ દારૂ/જુગારની બદી નાબુદ કરવા સૂચના આપેલ હોય. બી.ડિવિઝન પોલીસ મથકના P.I એમ.બી.ઓસુરાના માર્ગદર્શન મુજબ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન P.S.I બી.બી.કોડીયાતર A.S.I વિરમભાઈ ધગલ, એસ.એમ.માડમ, પો.કોન્સ પરેશભાઈ નીરવભાઈ વધાસીયા, મીતેશભાઈ આડેસરા અને ચાપરાજભાઈ ખવડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી રાહે મળેલ હકીકતના આધારે કુવાડવા રોડ ઉપરથી આરોપી (૧) મુકેશભાઈ પ્રવિણભાઈ વૈશ્ર્ણવ ઉ.૨૪ રહે. રૈયા ગામ સ્મશાન સામે રાજકોટ. (૨) અંકીત ઉર્ફે અકીલ રાજુભાઈ બ્લોચ ઉ.૨૨ રહે. રૈયા ગામ સ્મશાન સામે રાજકોટ. ને વિદેશી દારૂ ભરેલી સેન્ટો કાર નંબર- GJ-01-HJ 4138 સાથે ઝડપી લીધા હતાં. પોલીસે રૂ.૯ હજારની કિમતની ૧૮ બોટલ દારૂ અને કાર મળી રૂ.૧,૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યુ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.