એક્શનએડ સંસ્થા અને ઉમ્મીદ ના સહિયારા પ્રયાસ થી આજરોજ હેલ્પસેન્ટર શરૂ કરવામાં આવ્યું

એક્શનએડ સંસ્થા અને ઉમ્મીદ ના સહિયારા પ્રયાસ થી આજરોજ હેલ્પસેન્ટર શરૂ કરવામાં આવ્યું
Spread the love

*એક્શનએડ સંસ્થા અને ઉમ્મીદ ના સહિયારા પ્રયાસ થી આજરોજ હેલ્પસેન્ટર શરૂ કરવામાં આવ્યું*

હેલ્પ સેન્ટર માં કોરોના મહામારી માં સાવચેતી ના પગલાં તેમજ બીમારી અંગે માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવે છે

આજરોજ એક્શન એડ સંસ્થા દ્વારા કોરોના મહામારી માં લોકો ને મદદ રૂપ થવા હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.આ હેલ્પ સેન્ટર દ્વારા લોકો ના ઘરે ઘર જઇ લોકો ને કોરોના વિશે માહિતગાર કરી કોરોના અંગે જાગૃતિ લાવવા સમજણ આપવામાં આવે છે.એક્શનએડ સંસ્થ ઉમ્મીદ સેન્ટર સાથે મળી ને આ કામ કરી રહ્યું છે જેમાં ઉમ્મીદ સેન્ટર ની કિશોરીઓ,એક્શનએડ સંસ્થા નો સ્ટાફ તથા આજુબાજુ ના ગ્રામજનો મળી ને સાવચેતી ના પગલરૂપે જાગૃત રહેશે અને જે પણ લોકો ને કોરોના ના લક્ષણો દેખાશે તેવા લોકો ને હોસ્પિટલમાં સારવાર અપાવવી તેમજ જે લોકો એ રસી ન લીધી હોય તેઓને રસી મુકાવવા સમજણ આપવામાં આવશે.એક્શનએડ તથા ઉમ્મીદ દ્વારા ગામે ગામ ફરી લોકો ને કોરોના થી બચાવ અને અટકાવ વિશે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ સરકારી દવાખાના ના સંપર્ક તેમજ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ વિસે માહિતગાર કરવામાં આવશે,લોકો ના ઓક્સિજન લેવલ ની તપાસ કરવામાં આવશે,તેમજ શરીર નું તાપમાન માપવામાં આવશે.આ ઉપરાંત કોરોના થી બચવા અન્ય ઘરેલુ ઉપચાર વિસે ની તમામ જાણકારી આ સંસ્થા દ્વારા આપવામાં આવશે.એક્શનએડ તથા ઉમ્મીદ આ મહામારી દરમિયાન લોકો ની નિસ્વાર્થ પણે અવિરત સેવા કાર્ય કરી રહ્યા છે જે કામગીરી ખૂબ જ સરાહનીય છે.

IMG-20210525-WA0025.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!