વૈષ્ણોદેવી સર્કલ પર તૈયાર થયેલો ફ્લાય ઓવર ટુંક સમયમાં ખુલ્લો મુકાશે

વૈષ્ણોદેવી સર્કલ પર તૈયાર થયેલો ફ્લાય ઓવર ટુંક સમયમાં ખુલ્લો મુકાશે
Spread the love

ગાંધીનગર સરખેજ હાઈવે પર 28 કરોડના ખર્ચે નિર્મિત વૈષ્ણોદેવી સર્કલ પરના ફલાય ઓવરનું કામ પૂર્ણ થયુ છે. જે ટુંક સમયમાં નાગરિકો માટે ખૂલ્લો મૂકાશે જેના પરિણામે આ રોડ પરથી પસાર થનારા દૈનિક એક લાખથી વધુ વાહન ચાલકોને સમય અને ઈંધણની બચત સાથે સુરક્ષિત મુસાફરી મળશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. ગાંધીનગર સરખેજ હાઈવે પર વેશ્નોદેવી સર્કલના ફલાય ઓવર અને ખોડિયાર ઓવરબ્રીજના કામોનુ સ્થળ નીરીક્ષણ કરી સમીક્ષા કર્યા બાદ મિડીયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ઔડાના સહયોગથી રીંગ રોડ નીચે પણ છ માર્ગીય અંડરપાસ બનાવવાનુ કામ માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવાયુ છે. જે પૂર્ણ થતા ગુજરાતમા ફલાય ઓવર,અંડરપાસ અને સર્વિસ રોડ સાથેનુ વિશિષ્ટ નજરાણુ મળશે અને આ કામો પૂર્ણ થતા દૈનિક અઢી લાખ વાહનો પસાર થાય છે એમને પણ ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!