રાજકોટ ની ખાનગી હોસ્પિટલના તબીબ ઉપર હુમલો કરનારા આરોપીને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલી દિધો છે.

રાજકોટ ના નાનામવા રોડ પર રાજનગર ચોક ખાતે આવેલી સાકેત હોસ્પિટલમાં ગત તા.૮/૫/૨૦૨૧ ના રોજ આરોપી અભિજીતસિંહ ઉર્ફે અભિ બળવંતસિંહ જેઠવા રહે. યુનિવર્સિટી રોડ, રાજકોટ. તેના મિત્ર સાથે મળી તબીબ અને મેડીકલ સ્ટાફ ઉપર હુમલો કરી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી જે અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આરોપી અભિજીત વિરુધ્ધ અનેક મારામારી, પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયેલા હોય આરોપીના પ્ર.નગર, ગાંધીગ્રામ અને માલવીયાનગરના તબીબ ઉપર હુમલાના ગુનાને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરાતા માલવીયાનગર પોલીસ મથકના P.I કે.એન.ભુકણ, P.S.I વી.કે.ઝાલા, હેડ કોન્સ. અરૂણભાઈ બાંભણીયા, મશરીભાઈ ભેટારીય તથા P.C.B શાખાના P.I આર.વાય રાવલ, A.S.I શૈલેષભાઈ રાવલે પાસા વોરંટની બજવણી કરી આરોપી અભિજીત ઉર્ફે અભી જેઠવાની અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આવ્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.