વાસ્મો દ્વારા લીંબુડા ગામ માટે રૂ.૪૯.૬૨ લાખના વિકાસકામો મંજુર કરાયા

જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા માણાવદર તાલુકાના લીંબુડા ગામ માટે અંદાજીત રૂ.૪૯.૬૨ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં ૧,૫૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતો ભૂગર્ભ સમ્પ, પાઇપલાઇન, પંમ્પીંગ મશીનરી,નળ કનેક્સન, વોલ પેઇન્ટીંગ, ટેન્ડર ચાર્જ જેવા કામો હાથ ધરવામાં આવશે.
લીંબુડા ગામના લોકોની વસ્તી ૨૫૦૭ છે ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ. ૪૯.૬૨ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં ૧,૫૦,૦૦૦ લીટરનો ભૂગર્ભ સમ્પ, હયાત બોર, હયાત કુવો, વિતરણ પાઇપલાઇન(પીવીસી ૬ કેજી/મી.), ૭૫મીમી-૧૪૨૧મી, ૯૦મીમી-૩૯૦મી, ૧૧૦ મીમી-૨૮૨મી, નળ કનેકશન(નંગ-૮૦૦), પમ્પીંગ મશીનરી, એચ.પી.-૬.૫૦, એલ.પી.એમ.-૪૪૦, હેડ-૨૬ મી.,ટેન્ડર ચાર્જ, વોલ પેઇન્ટીંગ, ટેન્ડર ચાર્જ સહિતના વિકાસના કામો કરવામાં આવશે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300