દ્વારાકા ખાતે મુખ્યમંત્રી રૂપાણી હસ્તે એસ.ટી.નિગમના રૂ.૧૯૧.૩૦ લાખના ખર્ચે નિર્માણ થનાર ડેપો-વર્કશોપનો ઈ-ખાતમુહર્ત સમારોહ યોજાયો

દ્વારકા : દેવભૂમિ દ્વારા જિલ્લાના દ્વારકા સ્થિત બસ સ્ટેશન ખાતે રાજ્યક્ક્ષાના અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એસ.ટી.નિગમના નવનિર્માણ થનાર ડેપો-વર્કશોપનો ઈ-ખાતમુહર્ત સમારોહ યોજાયો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત એ આપતિને અવસરમાં ફેરવવા સાથે વિકાસના કાર્યોમાં સતત કાર્યશીલ રહ્યું છે તેમ જણાવ્યું હતું. કોરોનાકાળમાં એસ.ટી. વિભાગે મજૂર અને પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવામાં અને ગામડાઓને શહેર સાથે જોડવામાં મોટો ફાળો આપ્યો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે શહેરમાં અવર-જવર કરી શકે અને પોતાની કારકીર્દી બનાવી શકે તે માટે એસ.ટી.વિભાગ છેવાડાના ગામડાઓ સુધી પરિવહનની સુવિધા પુરી પાડી રહ્યું છે.
આ પ્રસંગે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસ એ રાજ્ય સરકારનો મંત્ર છે. કોરોના સંક્રમણના સમયમાં છેવાડાના માનવીને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નાગરિકોને અવર-જવર માટે રાજ્ય સરકારે એસ.ટી. ડીવીઝનમાં વિવિધ સુવિધાઓ વિકસાવી છે. જેના ભાગરૂપે જામનગર એસ.ટી.વિભાગના દ્વારકા ખાતે રૂપિયા ૧૯૧.૩૦ લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવિન ડેપો-વર્કશોપનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે
રિપોર્ટ : ઉમેશ ઝાખરીયા