ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિરના ટ્રસ્ટીઓને બદનામ કેમ કરાઈ રહ્યા છે…?

- ખોટા અને પાયાવિહોણા સમાચાર માટે દિલગીરી સાથે સત્યતા
- પુરાવા ન હોવા છતાં પોલીસ ફરિયાદો નોંધાવવા પ્રયાસ
હજારો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર ગણાતા પ્રખ્યાત યાત્રાધામ શામળાજી મંદિર પાસેના ત્રિલોકીનાથ વિષ્ણું મંદિરના ટ્રસ્ટીઓ વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં અને ચેરીટી કમિશનર કચેરીમાં ફરિયાદ આપીને સમાજના અગ્રણી શ્રી પ્રફુલચંન્દ્ર ઉપાધ્યાય, શ્રી ડો. ગીરીશચંન્દ્ર ત્રિવેદી અને શ્રી ચંદુભાઈ સી.પંડ્યાને બદનામ કરવાના પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. નવનિયુક્ત ટ્રસ્ટી મંડળના જગદીશ ભુલેશ્વર જોષીએ સમાજના અગ્રણી અને ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિરના ટ્રસ્ટીઓ વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેમાં ઉચાપત કર્યાના ખોટા અને સત્યથી વેગળા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ત્રણેય ટ્રસ્ટીઓ વિરુદ્ધ હિંમતનગર ખાતેની સાયબર ક્રાઈમમાં પણ ફરિયાદ નોંધવા માટે અરજી આપી હતી.
આ બાબતે સમાજના અગ્રણી સાથે થયેલ ચર્ચા દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, બની બેઠેલા રાજકીય નેતા જે ટ્રસ્ટી મંડળમાં સ્થાન ધરાવે છે, તેમના ઈશારે જ કાવાદાવા થઈ રહ્યા હોવાની શંકા છે. સમાજના અગ્રણીઓ રોષ વ્યક્ત કરતાં કહે છે કે સેક્રેટરી પાસે પુરાવા હોય તો સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સમક્ષ રજુઆત કરવી જોઈએ. સીધા પોલીસ કે ચેરીટી કમિશનર સમક્ષ ફરિયાદ કરવાના કારણે સમાજની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. જે વિવાદો સતત વકરતા રહે તો પ્રતિષ્ઠિત મંદિર રાજકીય અખાડો બની જશે. ઉલ્લેખનીય છે કે શ્રી પ્રફલચંન્દ્ર મુંબઈમાં રહેતા હોવા છતાં સમગ્ર ગુજરાતમાં વસતા માત્ર બ્રહ્મસમાજ જ નહીં પરંતુ તમામ સમાજના ઉત્થાન અને ઉત્કર્ષ માટે સતત સેવા કાર્યોની સુવાસ પ્રસરાવવામાં આવી રહી છે. કોરોનાકાળમાં મુંબઈમાં લોકસેવા અને સમાજ સેવાના પ્રશંસનીય કાર્યો કર્યા હતા. ઉપરાંત શ્રી ડો. ગીરીશચંદ્ર ત્રિવેદી પણ નિવૃત્તિ બાદ સમાજમાં સેવા કાર્યો માટે સતત વ્યસ્ત રહે છે. તેઓ તેમની તબીયતની પણ પરવા કરતા નથી.
જે કામ કરે તેનાથી ભુલ થવાની જ છે,પણ તે ભુલ બતાવીને ફરીથી ભુલ ન થાય તે માટે સમાજના તમામ લોકોએ પ્રયાસો કરવા જોઈએ.તેના બદલે ટ્રસ્ટીઓને બદનામ કરવા પોલીસ, ટ્રસ્ટ કમિશનર કે મિડિયાનો સહારો લેવો વ્યાજબી નથી. શ્રી પ્રફુલચંન્દ્ર ઉપાધ્યાયે યુવાને સમાજ પ્રત્યે સમર્પિતતાનો ભાવ જાગે, નવી પેઢીને તૈયાર કરવામાં આવે તેવા શુદ્ધ ઉદ્દેશથી સેવા કાર્યો કર્યા છે. જેની સરકાર અને તમામ સમાજના લોકોએ નોંધ લીધી છે. અમારા પ્રતિનિધિ દ્વારા દ્વારા સદર ટ્રસ્ટીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારના દ્વેષભાવ વિના મળેલ અરજીને આધારે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. સંસ્થા અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ કરવામાં આવેલ અરજીને કારણે સંસ્થાનું તથા ટ્રસ્ટીશ્રીઓની પ્રતિષ્ઠા અને ગરિમાને ખૂબ જ હાનિ પહોંચી છે. જે બદલ ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોના દિલથી ક્ષમાપ્રાર્થી છીએ. સંસ્થા અગ્રણી સાથે ચર્ચા થતાં તેઓએ અમને હકીકતથી વાકેફ કર્યા હતા. જેથી અમને સત્ય હકીકત જાણવા મળી છે.
અમે શ્રી પ્રફુલચંન્દ્ર ઉપાધ્યાય, શ્રી ગીરીશચંન્દ્ર ત્રિવેદી અને શ્રી ચંદુભાઈ પંડ્યાના સેવા કાર્યો તથા સમાજ પ્રત્યેની નિષ્ઠા, સમર્પિતતાના ભાવનું સન્માન કરીએ છીએ અને પુનઃ તેઓના ક્ષમાપ્રાર્થી છીએ. સમાજના જ લોકો કહે છે કે પ્રફુલચંન્દ્ર ઉપાધ્યાય અને ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરના તમામ પ્રશ્નોને ખુબજ કુનેહપુર્વક ઉકેલ લાવવામાં સફળ રહ્યા છે.મંદિરનો વહીવટ પણ યોગ્ય રીતે વ્યવસ્થિત કાયદાના અમલમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. શ્રી પ્રફુલચંન્દ્ર ઉપાધ્યાય, શ્રી ગીરીશચંન્દ્ર ત્રિવેદી તથા શ્રી ચંદુભાઈ પંડ્યાની સમાજમાં લોકપ્રિયતાને હાની પહોંચાડવાનો પ્રયાસ નિંદનીય છે. સમાજ સેવામાં વ્યસ્ત રહેતા શ્રી પ્રફુલચંન્દ્ર ઉપાધ્યાય અને ટીમ દ્વારા જે સેવા કાર્યો કરાયા છે, તે સમ્નાનને પાત્ર છે. સમાજના હિત માટે કાર્ય કરવા સક્રિય હોય તો વિવાદો વધારે વકરે નહીં તે માટે શામળાજી પોલીસ સ્ટેશન, અને ચેરીટી કમિશનર કચેરીમાં આપેલી અરજીઓ પરત ખેંચી લઈ સમાજના પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં ઉકેલ લાવવવો જોઈએ. બે ચાર સ્વાર્થી લોકોના કારણે સમગ્ર સમાજની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે.
શામળાજી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપવા ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ પોલીસ વિભાગે આ પત્ર સ્વીકારેલ નથી કે કોઇ ગુનો નોંધાયેલ નથી જેથી ટ્રસ્ટ મંદિર અને પ્રતિષ્ઠિત ટ્રસ્ટીઓને પોતાનું અંગત વેરઝેર વાળવા અને એમનું નાક દબાવી ચેરીટી કમિશ્નર કચેરી, મોડાસા ખાતે એમના હોદ્દાને પડકારતી વિરોધ અરજી આપનાર પ્રફુલભાઈ ઉપાધ્યાયને પ્રતાદિત કરી ખોટી રીતે ફસાવવાનું આ કાવતરૂ દરેક રીતે ખુલ્લુ પડી ગયેલ છે આ કહેવાતા મંત્રી અને હોદ્દેદાર માં આજે પણ પોતાને નવા આજ સુધી પીટીઆરમાં ચડેલ નથી. અને ખોટી રીતે હોદ્દા મેળવનારની સામે નવા ટ્રસ્ટ ના પ્રફુલભાઈ ઉપાધ્યાય સહિત ના નવા ટ્રસ્ટીઓ આને ભુતપૂર્વ સેક્રેટરી એ વિરોધ નોંધાવેલ છે. ટ્રસ્ટ ના ગત ૨૦૧૫ થી ૨૦૨૦ ના સૌથી સફળ કાર્યકાળ ના ટ્રસ્ટી રહેલા પ્રફુલભાઈ ઉપાધ્યાય ને એમના સારા કાર્યો બદલ એમના ગામ રીટોડા તરફથી પુનઃ ટ્રસ્ટની સેવા કરવા મોકલવામાં આવેલ છે.
સાથે અનેક વર્ષોથી ત્રિલોકનાથ વિષ્ણુ મંદિર માટે સમર્પિત અને અંબાજી ખાતે શ્રી શક્તિ આશ્રય યોગાશ્રમના સક્રિય વહિવટ થાય તરિકે માનદ સેવા આપતા ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર રિટોડા ના વડા, ત્રિલોકનાથ વિષ્ણુ મંદિર ના ભંડોળ સમિતિ ના સક્રીય સભ્ય તથા પ્રગતિ સંઘની ભંડોળ સમિતિ ના ચેરમેન રહી ચુકેલા અને ગત ટર્મ માં ટ્રસ્ટના વાઇસ ચેરમેન તરીકે એમણે સેવા આપી હતી તથા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ધર્મશાળા જે હિંમતનગર ખાતે આવેલી છે એમાં અનેક વર્ષોથી વહીવટને સમાજના દરેક લોકોના પ્રતિનિધિત્વ સાથે પારદર્શિક બનાવવામાં પ્રફુલભાઈ ઉપાધ્યાય સાથે મહત્વનું યોગદાન રહ્યું છે એવા એમના કાકાશ્રી સુરેશભાઈ પ્રાણશંકર ઉપાધ્યાય ને પણ રીટોડા ગામ તરફથી ટ્રસ્ટી તરીકે માન ભેર પુનઃ ત્રિલોકનાથ દાદાની સેવા કરવા ટ્રસ્ટી તરીકે મોકલવામાં આવ્યા છે.
ખરી હકીકત આખો સમાજ જાણે છે કે હિંમતનગરની ધર્મશાળા મુદ્દે આજ જગદીશ જોષી અને એમના પરિવાર તથા ફક્ત આંગળીના વેઢે ગણાય તેટલા જુજ લોકોને ગેરમાર્ગે દોરી સમાજની પ્રતિષ્ઠિત ધર્મશાળાની સ્કીમમાં ચેરીટી કમિશનર શ્રી અમદાવાદ ખાતે મુકાઇ હતી એની સામે વિરોધ કરી સમાજની સામે પડ્યા હતા એમાં એમની અરજી ખારીદ કરી પ્રફુલભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ ઉપાધ્યાય, પ્રમોદભાઈ ત્રિવેદીના સક્રીય પ્રયાસોથી એમના દ્વારા સમાજને સાથે લઇને મુકાયેલી સ્કીમ અક્ષરસઃ મંજુર થઇ હતી. પોતાના અહમ ઘવાતા આ જ જગદીશ જોષી અને એમનો પરિવાર આ નિર્ણયની સામે ડિસ્ટ્રીક કોર્ટ હિંમતનગર ખાતે સમાજની વિરુધ્ધમાં ગયા હતા. અહીં પણ પોતાની કરારી હાર દેખાતાં એમણે પીછેહઠ કરી બીનશરતી પોતાની કરેલી ફરિયાદ પાછી ખેંચી હતી. ધર્મશાળામાં પણ એક જ ગામના બે પરિવારોની લડાઈને કારણે સમાજે ભોગવવું પડ્યું છે.આજે આ બંને એકબીજાના જાની દુશ્મન ગણાતા અને ખુલ્લામાં વગોવતા બન્નેજણ ત્રિલોકીનાથ વિષ્ણું મંદિરમાં સત્તા માટે ભેગા થયા છે.
એમના જ ગામના અગાઉની સૌથી સફળ ટર્મના સેક્રેટરી ડો.ગીરીશ ત્રિવેદીને ગામ અને સમાજમાં નીચા જોવડાવવા શરુઆતમાં નવી ટર્મ માટે ગામમાંથી ચુંટાવા ઉમેદવારી નોંધાવનાર ગીરીશચંન્દ્રને આગળ કરી હરાવી હતાશ કરી દીધા. અધુરામાં પુરુ હોય એમ ગુજરાત રાજ્ય અને ભારત સરકાર તથા વિદેશોમાં પણ સરકાર તરફથી પ્રતિનિધિત્વ અને પ્રશંશા મેળવનાર નિષ્ઠાવાન અને કર્મયોગી ડો.ગીરીશતંન્દ્રની સામે બીજી કઈ ના કરી શકતા તેમને દ્વેશથી પ્રેરીત એવી આખી ઘટના ઘડી કાઢવામાં આવી છે. ગત ટર્મના સેક્રેટરી ગીરીશચંન્દ્રને તા.31-12-20 ના રોજ પ્રફુલચંન્દ્ર વ્યાસ અને જગદીશ જોષીને બધો જ ચાર્જ હાજર ટ્રસ્ટીઓ સમક્ષ સોંપી દીધો હતો. એ દદિવસે ટ્રસ્ટીઓની નિમણુંક બાબતે વિરોધ શિવાય બીજી કોઈ બાબત ન હતી. અમને જાણવા મળ્યા મુજબ ટ્રસ્ટનો હિસાબ સહિતનો રેકોર્ડ બની બેઠેલા અને પોતાને મંત્રિ તરીકે કહેવડાવતા જગદીશ જોષી પોતાના ઘરે લઈ ગયા છે.ચંદુભાઈ પંડ્યા સહિત ગીરીશભાઈ અને પ્રફુલભાઈ ઉપાધ્યાયને હેરાન કરવા જેના હિસાબો હજુ સુધી ઓડિટ થયા નથી. એમાંથી અમુક રેકોર્ડ ગુમ કરી દીધા છે.
આવી કોઈ ઘટના ખરેખર જો બની હોત તો પહેલાં હાલના ટ્રસ્ટી મંડળને જણાવવું જરુરી હતું. એના સિવાય જો કોઈ ઘટના શંકાસ્પદ પણ હતી તો અગાઉના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોને પુછવું પહેલાં જરુરી હતું એ પણ કોઈને પુછવામાં આવ્યું નથી. ખોટી રીતે ચાર્જ લીધાના પાંચ મહિના થયા ત્યાં સુધી સતત આપખુદશાહ અને વિવાદોમાં ઘેરાયેલા ઉચ્ચ હોદ્દા મેળવવા માટે અને એને મંજુર કરાવવા માંગતા બે-ત્રણ ટ્રસ્ટીઓ બધાહથકંડા અપનાવી ચુક્યા છે. છેલ્લે કાંઈ ન વળતાં સંસ્થાની, સમાજની અને સમાજના સૌથી યુવાન અને પ્રતિષ્ઠિત નિશ્વાર્થ સેવા કરનાર પ્રફુલ ઉપાધ્યાયને હેરાન પરેશાન કરવાના નાકામીયાબ અને નિમ્ન સ્તરના ક્રુત્ય માટે જુના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, ગામોના અગ્રણીઓ સહિત આખો સમાજ રોષે ભરાયેલો છે. સંસ્થાની ગરીમાને લાંછન લગાડનાર આ બધા જ મતલબીઓને સમાજ ઓળખી ગયો છે. અને એ માટે યોગ્ય કડક પગલાં ભરવા દરેકની માંગ ઉઠી છે. એ માટે યોગ્ય કરાશે એવી દરેકને આશા અને અપેક્ષા છે. પોતાને કહેવડાવતા વિવિધ પક્ષોના રાજકારણઓ અહીં બેગા થઈ જતાં એમણે ઝડપથી પોતાનું પોત પ્રકાશવાનું શરુ કર્યું છે. જે ખરેખર સમાજ અને પ્રજાની આસ્થાના કેન્દ્ર એવા ધાર્મિક સંસ્થાનો માટે અતિ જોખમી પુરવાર થઈ શકે છે.
પ્રફુલભાઈ ઉપાધ્યાય, ગીરીશચંદ્ર ત્રિવેદી અને ચંદુભાઈ પંડ્યાના કાર્યો માટે કોઈ શંકા કે સવાલ પેદા થતા નથી. એમની પ્રતિષ્ઠા અને માન સન્માન ને અજાણતા અમારા માધ્યમથી થયેલ ભુલ માટે પુનઃ અમે દીલગીરી અનુભવીએ છીએ અને સારા કાર્યો કરનાર માટે અમે એક જવાબદાર અને સકારાત્મક પ્રતિષ્ઠિત જન માધ્યમ તરીકે સાથે છીએ. પ્રફુલભાઈ ઉપાધ્યાય પ્રતિષ્ઠિત અને નિવડેલા અનુભવી પત્રકાર છે. એમણે સતત છ ટર્મ થી ભારત સરકારના રેલ મંત્રી દ્વારા પ્રસ્થાપિત ઝોનલ યુઝર્સ કનસલેટીવ કમીટી (વેસ્ટર્ન)માં પ્રતિનિધિત્વ કર્યું છે. અમદાવાદ ઉદયપુર લાઇનનું ગેઝેકનવરઝન પણ એમના સક્રિય અને સફળ પ્રયત્નો અને પ્રતિનિધિત્વ થી પાર પાડ્યું છે. તેઓ અમદાવાદ ખાતે સ્નાતક થયા બાદ મુંબઇ ગયા અને મુંબઈ માં સ્થાયી થવા સાથે સમાજના યુવાનોને એકત્ર કરી ટીએમબી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજ સુધી કરતા આવ્યા છે. મહિલા ક્રિકેટ, મહિલા સ્વાવલંબન,યુવાનો યુવતીઓ બાળકો માટે સાંસ્ક્રુતિક કાર્યક્રમ ટીએમબી ટેલેન્ટ,દાંડીયારાસના સમાજમાં સૌથી સફળ કાર્યક્રમોનું એકલે હાથે આયોજન કરી રહ્યા છે.
મુંબઈમાં વસતા સમાજના પરિવારો માટે ગુજરાતમાં આવેલી તેમની સંપત્તિ,કેર માટે મુંબઈ ખાતે કલેક્ટરશ્રીને વિનંતી કરી એમના દ્વારા અધિકારીઓને બોલાવડાવી 1700 થી વધારે પરિવારોના બાયોમેટ્રીકલ તદ્દન મફતમાં કરાવી આપ્યા હતાં. પ્રધાનમંત્રી ક્રુષિ સન્માન નિધિ માટે પણ મુંબઈમાં બેઠા બેઠા અંદાજે 800 પરિવારોને નિશુક્લ પાત્રતા ઉભી કરાવી આપી છે. છેલ્લા બે વર્ષથી સંજય ઉપાધ્યાયની સાથે મળી આંખોના મોતીાના ઈમ્પોર્ટેડ લેન્સ સાથેના ઓપરેશન તદન મફતમાં 150 કરતાં વધારે ઓપરેશન સમાજના લોકોને કરાવી આપ્યા છે. છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી અતિ જરુરીયાતમંદ પરિવારોને ટીએમબી હેલ્થ ગ્રુપ દ્વારા અન્નની કીટ આપવામાં આવી રહી છે.પ્રફુલ ઉપાધ્યાય દ્વારા જે પણ કાર્ય માટે હાકલ કરવામાં આવે છે.છેલ્લાં 25 વર્ષથી વગર માંગે સમાજે ખોબલે ખોબલે આપ્યું છે.પારદર્શી અને સમાજને સાથે સાથે લઈ સમાજના છેવાડાના વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવાના યજ્ઞના અગ્નીહોત્રીની સફળતાનો આનાથી બીજો કોઈ મોટો પુરાવો હોઈ ના શકે.પ્રફુલ ઉપાધ્યાય અને ટીમ માટે ગર્વ છે.