C.W.C કમિટી દેવભૂમિ દ્વારકા ના ચેરમેન અને સભ્ય એ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી.

C.W.C કમિટી દેવભૂમિ દ્વારકા ના ચેરમેન સી. એમ. બુદ્ધભટી સભ્ય તુષારભાઈ ત્રિવેદી સભ્ય અરજણભાઈ મકવાણા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રકાશ ભાઈ ખેરાળા તેમજ C.W.C. આસી.કમ.ઓપરેટર કિશોર ભાઈ ચાવડા સિવિલ હોસ્પિટલ ખંભાળિયા ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી જેમા સંભવિત આવનારી કોરોના ની લહેર સામે પૂર્વ આયોજન બાબતે સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ મોટાણી સાહેબ સાથે ચર્ચા કરવામાં આવી હાલ બાળકો માટે કેવી વ્યવસ્થા છે. શું ઘટતુ છે તે વિષે ચર્ચા કરવામાં આવી તેમજ જેમના માતા-પિતા અવસાન પામેલ હોય તેવા બાળકો વિષે ચર્ચા કરવામાં આવી તેમજ જેમના માતા-પિતા અથવા વાલી હોસ્પિટલ માં દાખલ હોય અને તેમને કોઈ સાચવે તેમ ન હોય તો અમારો સંપર્ક કરવો તેવી ચર્ચા કરવામાં આવેલ તેમજ રાજય સરકાર ની બાળ-કલ્યાણ યોજના વિષે ચર્ચા કરવામાં આવી ખુટતી સાધન સામગ્રી માટે રાજય સરકાર રજુઆત કરવા જણાવેલ.
રિપોર્ટ;-મુસ્તાક સોઢા
(ખંભાળીયા)