રાજકોટ માં મુસાફરોને રીક્ષામાં બેસાડી રોકડ સેરવી લેતી બેલડી ઝડપાઈ.

રાજકોટ માં મુસાફરોને રીક્ષામાં બેસાડી રોકડ સેરવી લેતી બેલડી ઝડપાઈ.
Spread the love

રાજકોટ ના માળીયા રહેતા અને નવલખીમાં જયદીપ નામની કોલસાની કંપનીમાં સુપર વાઇઝર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા ૨૯ મેના રોજ રાજકોટ ખાતે કંપનીની ટ્રક રિપેરીંગ માટે આવ્યા હતા. ગ્રીન લેન્ડ ચોકડી નજીક બસમાંથી ઉતરીને ગેરેજમાં જવા માટે CNG રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં એક મુસાફર અગાઉથી બેઠો હતો. ગેરેજ નજીક રિક્ષામાંથી ઉતરીને ભાડુ ચુકવવા માટે ખિસ્સામાં હાથ નાખતા પર્સ ગાયબ જણાયું હતું. દરમિયાન રિક્ષાચાલક ભાડુ લીધા વિના રવાના થઇ ગયો હતો. રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા શખ્સે જ પાકીટ સેરવી લીધાની શંકાથી તપાસ કરી હતી. પરંતુ પતો નહીં મળતા ગઇ કાલે બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન થોરાળા અને માર્કેટ યાર્ડ નજીક રહેતા રિક્ષા ચાલક મુસાફરની નજર ચૂકવી રોકડ, ઘરેણા તફડાવતા હોવાની ક્રાઇમ બ્રાંચના કિરતસિંહ ઝાલા, દિપક ડાંગર અને મહેશ મંઢને બાતમી મળી હતી. P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા, મદદનીશ જયપાલસિંહ ઝાલા અને હિરેન આહિર સહિતના સ્ટાફે ભક્તિનગર સર્કલ નજીક જલારામ ચોકમાંથી CNG રિક્ષા લઇને ઉભેલા બન્ને શકમંદને અટકાયતમાં લઇ લીધા હતા. પકડાયેલા બન્ને શખ્સના નામ વસી અલ્તાફભાઇ આમરણીયા ઉ.૨૨ રહે, રામનગર, નવાથોરાળા અને અનીલ પ્રવિણભાઇ રાઠોડ ઉ.૨૭ માલધારી સોસાયટી, માર્કેટીંગ યાર્ડ પાછળ હોવાનું તેમજ બન્ને શખ્સે પ દિવસ અગાઉ ગ્રીનલેન્ડ ચોકડીથી રિક્ષામાં બેઠેલા મુસાફરની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા ૨૪ હજાર તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પર્સ તફડાવી લીધાની કબૂલાત આપી હતી. પોલીસે રોકડા રૂ.૨૪,૫૦૦ તેમજ રિક્ષા કબ્જે કરી બન્ને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પૈકી અનીલ અગાઉ આ ઢબે તફડંચીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે કબજે કરાયેલી રિક્ષા વસીમની હોવાનું પોલીસે જણાવ્યું હતું.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!