ડભોઇ તાલુકાના માંડવા ગામ ની સીમ માંથી વડોદરા ના યુવાન ની લાસ મળી

*ડભોઇ તાલુકાના માંડવા ગામ ની સીમ માંથી વડોદરા ના યુવાન ની લાસ મળી*
ગાડી માં થી મળેલ દાસ્તાવેજ ના આધારે મૃતક ની ઓળખાણ જાણવા મળી
ડભોઇ તાલુકા ની માંડવા ગામ ની સીમ માં માંડવા થી ડભોઇ તરફ જવાના રસ્તા ઉપર ખેતર માં લાશ હોવાની માહિતી ચાંદોદ પોલીસ ને મળતા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઇ તપાસ કરતા મૃતક વ્યક્તિ અજય કુમાર નલિનચંદ્ર પટેલ, રહે,102 ક્રિસ રેસિડેન્સી વૈષ્ણવપાર્ક સોસાયટી સામે સોમતલાવ વડોદરા ના હોવાનું માલુમ પડ્યું હતું.માંડવા ગામ ની સીમ માં માંડવા થી ડભોઇ તરફ જવાના રસ્તા પર રાજેન્દ્રભાઈ હરિભાઈ માછી પોતાના ખેતર માં હાલ કેળા ની ખેતી કરે છે.તેઓ તેમના ખેતર માં જતા તેમના ખેતર ની આગળ એક સફેદ કલર ની ફોરવ્હીલ ગાડી પડી હતી અને ખેતર માં કેળા ની ચાસ પાસે 30 થી 35 વર્ષ ની ઉમર નો વ્યક્તિ ઢળી પડેલી હાલત માં અને મોઢા માંથી ફીણ નીકળતું હોવાની હાલત માં જોવા મળતા અને નજીક માં જ સફેદ કલર ની બોટલ મોંનોફર્સ્ટ 36% લખેલ બોટલ પડેલ હતી.આ સમગ્ર બનાવ ની જાણ ચાણોદ પોલીસ ને થતા પોલીસ તંત્ર એ સદર બાબત માં આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ