ડભોઇ તિલકવાળા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય

*ડભોઇ તિલકવાળા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય*
10 લાખ ના ખર્ચે પુશિંગ પદ્ધતિ દ્વારા પાણી નો નિકાલ કરવામાં આવશે.
આજરોજ ડભોઇ તિલકવાડા રોડ પર ચોતરિયા પીર ની દરગાહ પાસે 10 લાખ ના ખર્ચે પુશિંગ પદ્ધતિ થી વરસાદી પાણી ના કાયમી નિકાલ માટે પાઇપલાઇન નાખવાના કામ નું ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ડભોઇ માં ચોતરિયા પીર ની દરગાહ ની પાસે આવેલ તળાવ કે જ્યાં ડભોઇ નગરપાલિકા નું ગટર નું પણી સંગ્રહ કરતું તળાવ છે ત્યાં ચોમાસા ના દિવસો માં વરસાદ નું પાણી ભરાતા પાણી નો કોઈ નિકાલ ના હોવાના કારણે તળાવ છલકાઈ જતો હોય છે.જે કારણે તળાવ ની આસપાસ ના વિસ્તાર માં આવેલ ખેતરો માં તળાવ નું પાણી ફરી વળતા 100 થી 150 વીંઘા જમીન ને પારાવાર નુકશાન થતું હતું.અને ખેડૂતો ને આર્થિક ખૂબ જ નુકશાન વેઠવું પડતું હતું.અને છેલ્લા ત્રણ વર્ષ થી આ સમસ્યા ને કારણે સિઝન માં ફક્ત એક જ પાક લેવાતો હતો .જેથી ખેડૂતો દ્વારા આ સમસ્યા નું કાયમી નિકાલ થાય તેવી માંગ કરવામાં આવી હતી.જે સમસ્યા ના કાયમી નિકાલ માટે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ના આદેશ થી આજરોજ પુશિંગ પદ્ધતિ દ્વાર 10 લાખ ના ખર્ચે સમસ્યા નો નિરાકરણ લાવવા કામગીરી શરૂ કરવામાં આવી હતી જે ભાગ રૂપે આજરોજ ધારાસભ્ય ના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ :-ચિરાગ તમાકુવાલા ડભોઇ