કલેકટર શ્રી હિતેષ કોયા પ્રાંતિજના મજરા, ગલેસરા અને ઓરાણ ગામની મુલાકાતે

સાબરકાંઠા જિલ્લામાં નવનિયુક્ત કલેકટર શ્રી હિતેષ કોયાએ શુક્રવારના રોજ પ્રાંતિજ તાલુકાના મજરા, ગલેસરા અને ઓરાણ ગામના સામાન્ય દફતરની ચકાસણી કરી હતી. જયાં ગ્રામજનોને વિવિધ સહાયના દાખલાઓ તથા અન્ય સેવાઓ માટે જિલ્લા-તાલુકા મથકે ન જવુ પડે તેવી વ્યવસ્થા ઉભી કરવા સૂચન કર્યુ હતું.
પંચાયતી મુલાકાત દરમિયાન ગામોમાં સરપંચશ્રી તથા ગામલોકો સાથે કોવિડ રસીકરણ, વિકાસના કામો તથા અન્ય પ્રશ્નો વિશે ચર્ચા કરી વિસ્તૃત માહિતી મેળવી. જેમાં પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મેડિકલ ઓફિસર, પી.એચ.સી. મજરા હાજર રહયા હતા.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા